રેલવે તંત્ર તેની ટ્રેન સેવાઓ કોવિડના રોગચાળાની પહેલાના સ્તરે આગામી બે મહિનામાં ફરી શરૂ કરે તેવી શક્યતા છે, પણ તે માટે રાજ્ય સરકારો મંજૂરી આપે અને કોરોનાવાયરસનો રોગચાળો કાબૂ હેઠળ રહે તે જરૂરી છે એમ સૂત્રોએ આજે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેનો સ્પેશ્યલ ટ્રેનો જ હોઇ શકે છે અને રેગ્યુલર સર્વિસ નહીં હશે. હાલમાં ૬૬ ટકા ટ્રેનો કાર્યરત છે પણ તે સ્પેશ્યલ ટ્રેનો તરીકે દોડે છે. સ્પેશ્યલ ટ્રેનો રેલવે દ્વારા થોડા વધુ ભાડા સાથે ચલાવાય છે, તેમાં ચોક્કસ કેટેગરીઓ સિવાય કોઇ કન્સેશનો આપવામાં આવતા નથી અને આ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે જ દોડે છે.
ગયા વર્ષના માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉન લાગુ પડાયું તે સમયથી તમામ રેગ્યુલર પેસેન્જર સેવાઓ બંધ છે. જો કે મે ૨૦૨૦થી રેલવેએ તબક્કાવાર રીતે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું હતું. અત્યારે ૭૭ ટકા મેઇલ, એક્સપ્રેસ ટ્રેનો, ૯૧ ટકા સબર્બન ટ્રેનો દોડી રહી છે પણ લોકલ તરીકે ઓળખાતી પેસેન્જર ટ્રેનો માત્ર ૨૦ ટકા જ દોડે છે.