SURAT

નર્મદ યુનિ.નો 52મો વાર્ષિક પદવીદાન સમારોહ ઓફલાઇન યોજવા રાજયપાલનો આદેશ

સુરત: નર્મદ યુનિ.ના ૫૨માં વાર્ષિક પદવીદાન સમારોહનું ઓફલાઇન આયોજન કરવા માટે રાજયપાલ કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

કવિ નર્મદની પૂણ્યતિથી નિમિત્તે યુનિવર્સિટી તરફથી છેલ્લા કેટલાકવર્ષોથી ૨૬ ફેબ્રુઆરીના રોજ પદવીદાન સમારોહ યોજવાની પરંપરા ચાલુ કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે કોરોનાને પગલે પ્રારંભિક તબકકામાં પદવીદાન સમારોહ ઓનલાઇન યોજવા જાહેરાત કરાઇ હતી.

આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે નિતી આયોગના સીઇઓ અમિતાભ કાંત ઓનલાઇન દિક્ષાંત પ્રવચન આપે તેવું નક્કી કરાયું હતું. જો કે રાજયપાલ દ્વારા બે દિવસ પહેલા વાસ્તવિક રીતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાનું સુચન કરાયું હોવાથી અમિતાભ કાંત હાજરી આપશે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.

યુનિવર્સિટીના ૫૨માં પદવીદાન સમારોહમાં કુલ ૩૬,૭૯૮ વિદ્યાર્થીઓને વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવશે. જેમાં ૧૩૧૫૯ વિદ્યાર્થીઓ, જયારે ૨૩૬૩૯ જેટલી વિદ્યાર્થિનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. ડિગ્રી મેળવવા માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયામાં ૩૦૯૩૧ વિદ્યાર્થીઓએ ઓફલાઇન જયારે ૫૮૬૭ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top