કૉવિશિલ્ડ અને કૉવાક્સિન બંને રસી કોરોનાના યુકે અને બ્રાઝિલિયન વેરિએન્ટ સામે અસરકારક છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના વેરિએન્ટ સામે અનેક લેબમાં પ્રયોગ ચાલી રહ્યા હોવાનું કેન્દ્રએ મંગળવારે જણાવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવાએ જણાવ્યું હતું કે, દેશમાં 11,064 જિનોમ સેમ્પલમાંથી યુકે વેરિઅન્ટના 807, સાઉથ આફ્રિકન વેરિઅન્ટના 47 અને બ્રાઝીલીયન વેરિઅન્ટનો એક કેસ મળી આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, કૉવિશિલ્ડ અને કૉવાક્સિન બંને રસી યુકે અને બ્રાઝિલિયન વેરિઅન્ટ સામે અસરકારક છે અને દક્ષિણ આફ્રિકાના વેરિઅન્ટ સામે અસરકાર છે કે નહીં તે અંગે ઘણી લેબમાં પ્રયોગો ચાલી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના પ્રકારનું પરિવર્તન નોંધપાત્ર નથી અને ભારતમાં વધતી ગંભીરતા અને વધતી ટ્રાન્સમિસિબિલિટી સાથેના કોઈ નવો પ્રકાર મળ્યો નથી.
એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો કોઈ ભારતીય વેરિઅન્ટ અસ્તિત્વમાં આવ્યો નથી.
તેમણે કહ્યું કે. વાયરસ શિફ્ટ અને વાયરસ ડ્રિફ્ટ એમ બે અવધારણા છે. તેને ધ્યાનમાં લેતા ભૂષણે કહ્યું કે, દરેક વાયરસ જાતે જ ફેલાય છે. કારણ કે, વાયરસ પોતાની પ્રતિકૃતિ બનાવે છે.
તેમણે એમ પણ કહ્યું કે, આ એક ‘કુદરતી અને અનિવાર્ય ઘટના’ હતી.
આ વાયરસ એક વર્ષથી વધુ સમયથી ચાલે છે અને એક કરોડથી વધુ લોકોથી પસાર થઈને આવ્યો છે. તેમાં પરિવર્તન આવવું તેમાં ભયભીત થવાનું કારણ નથી.પરંતુ, નવા વેરિઅન્ટ અંગે તપાસ થવી જરૂરી છે, તે જાણવા કે, હાલની રસીઓ વાયરસ સામે કામ કરે છે કે કેમ? એમ જણાવવામાં આવ્યું છે.