મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ અંગે મહારાષ્ટ્ર સરકારે શનિવારે રાજકીય અને ધાર્મિક સહિતના તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે એક દિવસ અગાઉ રાત્રે પાંચ વ્યક્તિઓને ભેગા થવા અંગે પ્રતિબંધ લગાવ્યો હતો.
સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે, રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ, બગીચા અને મોલ્સ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ લોકોને રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી દરિયાકિનારાની મુલાકાતની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ શનિવાર રાતથી નાટક થિયેટરો પણ બંધ થશે.
પરંતુ, સરકારે રાત્રિ દરમિયાન ખોરાકની ડિલિવરીમાં છૂટ આપી છે. મહારાષ્ટ્રમાં 27 માર્ચની મધ્યરાત્રીથી રાત્રેના 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી પાંચથી વધુ લોકોને ભેગા થવા અંગે પ્રતિબંધ મૂક્યા હતો. આ નિયમનો ભંગ કરનારને વ્યક્તિ દીઠ રૂ.1000નો દંડ કરવામાં આવશે.
તેમજ ફેસ માસ્ક ન પહેરનારને રૂ.500નો દંડ અને જાહેરમાં થૂંકવા માટે રૂ.1000નો દંડ કરવામાં આવશે. ઑર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક મેળાવડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
જાણવામાં આવ્યું છે કે. ઑડિટોરિયમ અથવા ડ્રામા થિયેટરોએ તેમની સંપત્તિને કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં.કોરોના સંક્રમણના વધતાં કેસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કલમ 144 લાગુ કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.
જે અંતર્ગત 28 માર્ચથી રાજ્યમાં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર રાત્રે પ્રતિબંધ મૂકવામાં આવશે.મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે, જો લોકો કોરોના ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો કડક પગલાં ભરવામાં આવશે.