Business

સુરત ડાયમંડ બુર્સમાં 50000 સ્કે. ફૂટ એરિયામાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ઓકશન હાઉસ બનશે

સુરત: સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સુરત ડ્રીમ સિટી પ્રોજેકટના (Surat Khajod Dream City Project) ભાગ સ્વરૂપે તૈયાર થઇ રહેલું સુરત ડાયમંડ બુર્સનું (The Surat Diamond Bourse will be inaugurated by Narendra Modi in January 2022 ) નિર્માણ કામ ડિસેમ્બર 2021ના અંત સુધીમાં પૂર્ણ કરીને વર્ષ 2022ના પ્રથમ કવાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં તેનું લોકાર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ પૂતિનને પણ આમંત્રણ આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

સુરત ડાયમંડ બુર્સ કમિટિના અગ્રણી મથુર સવાણીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ઓકશન હાઉસ તૈયાર કરવામાં આવશે. 50000 સ્કે.ફૂટની વિશાળ જગ્યામાં ઓકશન હાઉસનું નિર્માણ કરવામાં આવશે. (50000 sc in Surat Diamond Bourse. The foot area will become the world’s largest diamond auction house) અત્યારે 66 લાખ સ્કે.ફુટ એરિયામાં 4200 જેટલી ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. બુર્સમાં ઇન્ટરનેશનલ ટ્રેડીંગ સેન્ટરની સુવિધા પણ રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતીનને પણ લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.

  • ડાયમંડ ઓક્શન હાઉસમાં 175 દેશોના બાયરો સુરત આવે તેવું પ્લાનિંગ કરાશે
  • બુર્સ ધમધમતું થયા પછી જેમ્સ એન્ડ જવેલરીનો 2 લાખ કરોડનો વેપાર વધીને 4 લાખ કરોડ થશે.
  • બુર્સમાં વિશાળ કસ્ટમ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે.

175 દેશોના વિદેશી બાયરો સુરત આવીને ડાયમંડની ખરીદી કરી શકે તે માટે આયોજન ચાલી રહ્યું છે. બુર્સ ધમધમતું થયા પછી જેમ્સ એન્ડ જવેલરીનો 2 લાખ કરોડનો વેપાર વધીને 4 લાખ કરોડ થશે. બુર્સમાં વિશાળ કસ્ટમ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. બુર્સમાં 8000 રૂપિયા સ્કે.ફૂટના ભાવે ઓફિસ જેમણે અગાઉ બુકિંગ કરાવી હતી તેની સરખામણીમાં અત્યારે 20000 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે.

પાર્કિંગ માટે ડ્રીમ સિટી પે એન્ડ પાર્ક બનાવશે

સુરત ડાયમંડ બુર્સની કોર કમિટિના સભ્ય મથુર સવાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં હીરાનો વેપાર બ્રોકરોના માધ્યમોથી થતો હોય છે. આવી સ્થિતિમાં ડ્રીમ સિટીમાં એટલે કે બુર્સમાં આવનારા બ્રોકરો માટે પાર્કિંગનો પ્રશ્ન ઉકેલવા સહમતિ સંધાય છે. સુરત ડ્રીમ સિટીની બોડી બુર્સના એરિયા નજીક પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરશે. તેનાથી ડ્રીમ સિટીને પાર્કિંગની આવક પણ થશે.

Most Popular

To Top