જાન્યુઆરી બ્રિટન સરકારે કોરોના ટેસ્ટ વધારવા એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. યુકેમાં જે પણ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું જણાશે તેને 500 પાઉન્ડ (50 હજાર રૂપિયા) મળશે. જેથી વધુને વધુ લોકો પોતાનો સ્વૉબ ટેસ્ટ લેવા માટે તૈયાર હશે અને તેનાથી જાણ થશે કે કોણ કોરોના પોઝિટિવ છે.
જેથી લોકો પોતાને સેલ્ફ ક્વોરન્ટાઈન કરી શકે. આ પોલિસી માટે દરખાસ્ત કરવામાં આવી છે, જો આ દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવશે તો આ યોજના માટે દર અઠવાડિયે 450 મિલિયન પાઉન્ડ ખર્ચ થશે.
અધિકારીઓ અનુસાર, એવા ઘણા લોકો હશે જેમને કોરોનાનાં લક્ષણો હોવા છતાં ટેસ્ટ કરાવતા અચકતા હોય છે. આ સ્થિતિમાં, સરકાર લોકોને આર્થિક મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સૂચન આરોગ્ય વિભાગના એક દસ્તાવેજમાં હતું જે લીક થયું છે. પરંતુ, આ વિશે મંત્રીઓ સાથે ચર્ચા બાકી છે.
લીક થયેલા દસ્તાવેજ વિશે ટ્રેઝરી વિભાગે કહ્યું છે કે, સરકાર માટે 500 પાઉન્ડ આપવાનું મુશ્કેલ છે. જ્યારે આરોગ્ય વિભાગે લીક થયેલા પેપર પર કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ કહ્યું છે કે, લોકોની જિમ્મેદારી છે કે, આ મુશ્કિલ સમયે ઘરે રહે અને સપોર્ટ કરે. ગુરુવારે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનને કહ્યું હતું કે, બ્રિટનમાં કોરોના સંક્રમણ ઘટાડવા લગાવેલા પ્રતિબંધો વસંત સુધીમાં સમાપ્ત થશે કે નહીં તે કહેવું મુશ્કિલ છે.