સુરત(Surat): શહેરના પીપલોદ (Piplod) ખાતે રહેતો યુવક મિત્રના પરિવારને લઈને પાર્લે પોઇન્ટ (ParlePoint) સ્થિત કેનોપસ મોલમાં (Canopus Mall) કાર (Car) પાર્ક (Park) કરી મોલમાં ગયો હતો. ત્યારે મિત્રના પત્ની પાછળથી કારમાં પાવર બેંક લેવા જતા કારને લોક (Car Lock) કરવાનું ભુલી ગયા. આ તકનો લાભ લઈને અજાણ્યાએ કારમાં મૂકેલા પર્સમાંથી 500 અમેરિકન ડોલર, 20 હજાર રોકડા અને એક આઈપોડ મળીને કુલ 76 હજારની ચોરી (Theft) કરી હતી.
- પાર્લે પોઈન્ટના કેનોપસ મોલમાં પાર્ક કરેલી કારમાંથી 500 ડોલર, 20 હજાર રોકડા અને આઈપોડની ચોરી
- અમેરિકાથી આવેલા મિત્રની પત્ની કારનું લોક ખોલીને પાવર બેંક લેવા ગઈ પછી કાર લોક કરવાનું ભુલી ગઈ હતી
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ ખાતે આવિષ્કાર રેસીડેન્સીમાં રહેતા 39 વર્ષીય નેહલભાઈ ચંદ્રકાંતભાઈ ગાંધી જમીન દલાલ છે. તેમનો મિત્ર અમેરીકા ખાતે રહે છે. જે 15 દિવસ પહેલા સુરત પરિવારને મળવા આવ્યો હતો.
ત્યારે ગત 20 જુલાઈએ તેની સાથે સાંજે પાર્લે પોઇન્ટ પર આવેલા કેનોપસ મોલમાં કામ અર્થે ગયા હતા. તેઓ પોતાની કાર પાર્ક કરીને મોલમાં જતા હતા ત્યારે ગેટ પાસે જ મિત્રની પત્ની કારમાંથી પાવર બેંક લેવા ગઈ હતી. અને તે કારને લોક કરવાનું ભુલી ગઈ હતી.
એકાદ કલાક પછી પરત આવ્યા ત્યારે કારનો દરવાજો ખુલ્લો હતો. આ દરમિયાન અજાણ્યો ચોર ગાડીમાં રહેલા મહિલાના પર્સની ચોરી કરી ફરાર થયો હતો. પર્સમાં 500 અમેરિકન ડોલર, રૂપિયા ૨૦,૦૦૦ ભારતીય ચલણવા રોકડા, એપલ કંપનીનું રૂપિયા ૧૫,૦૦૦નું આઈકોડ તથા અલગ અલગ ડોક્યુમેન્ટસ મળી કુલ રૂપિયા ૭૬,૫૦૦ની ચોરી કરી થઈ હતી. નેહલભાઈએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.