સિંગવડ: સિંગવડ તાલુકાના પીસોઈ ગામે સવારે બારીયા થી સંજેલી થઈ સુરત જતી બસને પીશોઇ બસ સ્ટેશન પાસે સામેથી સ્કૂલ બસ આવતા તેને સાઈડ આપવા જતા તે બસ નળશે જળ કનેક્શન માટે ખાડા ખોદવામાં આવ્યા હતા તે પૂરણ બરોબર નહીં કરાતા એક સાઈડમાં ઉતારવા જતા તે ખાડામાં ટાયર ઉતરી જતા તેમાં બેઠેલા 50 થી 60 વિદ્યાર્થીઓ તથા મુસાફરોનું આબાદ બચાવ થયો હતો જ્યારે ડ્રાઇવરની સમય સૂચકતા વાપરીને આ બસને ત્યાં જ ઊભી કરી દેતા બસ માં બેઠેલા મુસાફરો આબાદ બચાવ થયો હતો જ્યારે આ પીપલોદ થી સિગવડ નો રસ્તો સ્ટેટ હાઇવે માં આવતો હોય અને આ રસ્તા ઉપર અવરજવર વાહનોની વધી જતા વારંવાર આ રસ્તાને પહોળો કરવા માટે જણાવવામાં આવ્યા છતાં આજ દિન સુધી આ રોડને પહોળો નહીં કરાતા અવારનવાર એકસિડનો થતા રહ્યા છે.
જ્યારે આજે પણ એક સ્કૂલ બસને સાઈડ આપવા માટે સાઈડમાં લેતા આ બસનો પણ એક મોટો એકસીડન્ટ થતો બચ્યો અને તેનામાં કેટલાય વિદ્યાર્થીઓ તથા લોકોનો બચાવ થયો જ્યારે સરકારી તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી અને આ રોડને પહોળો કરવામાં નહીં આવતા હજુ કેટલા એક્સિડન્ટ થશે તે તો આવનારો સમય બતાવશે તેમ છે જ્યારે આ નળ શે જળના કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ ની સાઇડ ઉપર જે ખાડા ખોદવામાં આવ્યા છે તેનું બરોબર પાકુ પુરણ નહીં કરાતા આવી રીતના ચોમાસામાં ગાડી ઉતરી જવાનો ભય રહેશે માટે આ રોડને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા રોડ પહોળો કરવામાં આવે અને તેની સાઈડો બરોબર પુરણ કરવામાં આવે તો આવા મોટા એકસીડન્ટ થતા બચે તેમ છે.
ગરબાડાના ખારવા ગામે પિક અપ ગાડીને અકસ્માત નડ્યો
ગરબાડા: ગરબાડા તાલુકાના ખારવા ગામે શાકભાજી ભરી જતી પિક અપ ગાડીને અકસ્માત નડ્યો.દાહોદ અલીરાજપુર હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત. દાહોદ થી શાકભાજી ભરી મધ્ય પ્રદેશ તરફ જતી પિક અપ ગાડીને ખારવા ગામે અકસ્માત નડ્યો હતો. ખારવા ગામે અલીરાજપુર હાઇવે પર દાહોદથી શાકભાજી ભરી મધ્ય પ્રદેશ જતી પિક અપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા પિક અપ ગાડી હાઇવે રોડની સાઈડમાં પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાની સર્જાઈ નહોતી. ચાલક તેમજ ગાડીમાં સવાર એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ જગ્યાએ ભૂતકાળમાં પણ ભયંકર અકસ્માતના બનાવો બનેલ છે.