વડોદરા: હવે જ્યારે કોલેજો શરૂ થઈ ચૂકી છે અને પ્રથમ વર્ષના વિધાર્થીઓના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે વિધાર્થી સંગઠનો દ્વારા વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓ નિવારવાની સતાધીશો ને રજૂઆતો કરવામાં આવી રહી છે. રાલિલ ભારતીય વિધાર્થી પરિષદ ના વિધાર્થી અગ્રણીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટી ના એફ વાયમાં પ્રવેશ માટેના ઘણા બધાં વિદ્યાર્થીઓને મેસેજ પહોંચ્યા નથી તેમજ તેમને ફી ભરવામાં પડતી મુશ્કેલીને પગલે ફી માં ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા ૭૨ વર્ષથી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપીને વિદ્યાર્થી હિત માટે સતત કાર્યશીલ છે કોરોનાની મહામારીના કારણે એમ.એસ.યુનિવર્સિટીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને વિવિઘ સમસ્યાઓ આવી રહી છે ત્યારે કોમર્સ ફેકલ્ટીમાં પણ વિદ્યાર્થીઓને વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાથી તેથી એબીવીપી ના કાર્યકર્તાઓ વિવિધ મુદ્દાઓને લઈને યુનિ.ના રજિસ્ટ્રાર ને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.
ડો.કે એમ ચુડાસમાને વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓથી અગગત કરાવીને તેનો જલ્દીથી ઉકેલ આવે તે માટે માગણી કરવામાં આવી હતી. ઘણા બધાં વિધાર્થીઓને એડમિશન પ્રોસેસ સંબંધિત ટેક્સ મેસેજ નથી મળ્યા ઉપરાંત એફ વાય માં એડમિશન લેનાર ઘણાં બધાં વિદ્યાર્થીઓને ફી ભરવામાં આવતી મુશ્કેલીને પગલે ફીમાં ઇન્સ્ટોલમેન્ટ કરી આપવા માટે રજુઆત કરાઈ હતી.આગામી સમયમાં ઉપરોક્ત મુદ્દાઓ પર જલદીથી જલ્દી નિર્ણય લેવામાં નહિ આવે તો વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામા આવી હતી.