Health

ભારતીયો જે દવાઓ ચણા-મમરાંની જેમ ફાંકે છે તે પેરાસિટામોલ સહિતની 50 દવા ટેસ્ટમાં ફેઈલ

નવી દિલ્હી: ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ ઓગસ્ટ 2024 માં એક વિગતવાર અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલમાં દેશભરમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ઘણી મહત્વપૂર્ણ દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ હોવાનું જણાયું હતું.

આ દવાઓમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, એસિડ રિફ્લક્સ, વિટામિન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ તેમજ બેક્ટેરિયલ ચેપની સારવાર માટે બાળકોને આપવામાં આવતી એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ, આ દવાઓને NSQ જાહેર કરવામાં આવી છે, દર્શાવે છે કે દવાઓ ગુણવત્તાના ધોરણને અનુરૂપ નથી અથવા દવામાં કોઈ પ્રમાણભૂત ગુણવત્તા જોવા મળતી નથી.

કેલ્શિયમ અને વિટામિન ડી-3 સપ્લિમેન્ટ્સ, એન્ટિ-ડાયાબિટીસ ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓ સહિત 50 થી વધુ દવાઓ ભારતના ડ્રગ રેગ્યુલેટર દ્વારા કરાયેલા ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. તેની તાજેતરની માસિક દવા ચેતવણી યાદીમાં, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને (સીડીએસસીઓ) 53 દવાઓને ‘નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (એનએસક્યુ) ચેતવણી તરીકે જાહેર કરી હતી.

એનએસક્યુ ચેતવણીઓ રાજ્યના દવા અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા રેન્ડમ માસિક પરીક્ષણમાંથી આવી હતી. વિટામિન-સી અને ડી-3 ટેબ્લેટ શેલ્કેલ, વિટામિન-બી કોમ્પ્લેક્સ અને વિટામિન-સી સોફ્ટજેલ્સ, એન્ટિએસીડ પેન-ડી, પેરાસિટામોલ ટેબ્લેટ્સ આઈપી-500 મિલિગ્રામ, એન્ટિ-ડાયાબિટીક દવા ગ્લિમેપીરાઇડ, હાઈ બ્લડ પ્રેશરની દવા ટેલમિસારટન, અને વધુ દવાઓ 53 સૌથી વધુ વેચાતી દવાઓ પૈકી છે જે ડ્રગ રેગ્યુલેટર દ્વારા ગુણવત્તા તપાસમાં નિષ્ફળ ગઈ હતી.

આ દવાઓ હેટેરો ડ્ર્ગ્સ, એલ્કેમ લેબ., હિન્દુસ્તાન એન્ટીબાયોટીક્સ લિમિટેડ (એચએએલ), કર્ણાટક એન્ટીબાયોટીક્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ લિ., મેગ લાઈફસાયન્સ, પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર અને અન્ય કંપનીઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. પેટના ઈન્ફેક્શન માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી મેટ્રોનીડેઝોલ જે પીએસયુ (એચએએલ) દ્વારા ઉત્પાદિત છે તે ગુણવત્તા ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી.

તે જ રીતે શેલકેલ પણ ટેસ્ટમાં સફળ થઈ ન હતી જેને ઉત્તરાખંડ સ્થિત પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા ઉત્પાદિત અને ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા વિતરીત કરાય છે. લેબના ટેસ્ટ મુજબ, હૈદરાબાદ સ્થિત હેટ્રોસ સેપોડેમ એક્સપી 50 ડ્રાય સસ્પેન્શન પણ હલ્કી ગુણવત્તાવાળી દવા છે, આ દવાને બાળકોને બેક્ટેરિયલ ઈન્ફેક્શન માટે લખીને આપવામાં આવે છે.

આ દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ

  • પેરાસીટામોલ ટેબ્લેટ્સ (500 મિલિગ્રામ): હળવો તાવ અને પેઇનકિલર માટે વપરાય છે, સામાન્ય રીતે પ્રાથમિક સારવારનો એક ભાગ છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે.
  • Glimepiride: તે ડાયાબિટીસ વિરોધી દવા છે, જેનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં થાય છે. તેનું ઉત્પાદન Alkem Health દ્વારા કરવામાં આવ્યું હતું.
  • Telma H (Telmisartan 40 mg): ગ્લેનમાર્કની આ દવા હાઈ બીપીની સારવારમાં આપવામાં આવે છે. આ દવા પરીક્ષણમાં પણ ધોરણથી નીચે છે.
  • પાન ડી: એસિડ રિફ્લક્સની સારવાર માટે આપવામાં આવેલી આ દવા પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ. આલ્કેમ હેલ્થ સાયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
  • શેલ્કલ C અને D3 કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ: પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા ઉત્પાદિત અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિતરિત કરાયેલ શેલ્કલ, પરીક્ષણમાં ધોરણોને પૂર્ણ કરતા નથી.
  • Clavam 625: આ એક એન્ટિબાયોટિક દવા છે.
  • Sepodem XP 50 Dry Suspension: બાળકોમાં ગંભીર બેક્ટેરિયલ ચેપની સારવાર માટે સૂચવવામાં આવેલી આ દવા, હૈદરાબાદની હેટેરો કંપની દ્વારા બનાવવામાં આવી હતી તે ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ હતી.
  • પલ્મોસિલ (ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે): સન ફાર્મા દ્વારા ઉત્પાદિત, ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર માટે સૂચવવામાં આવે છે.
  • પેન્ટોસિડ (એસિડ રિફ્લક્સ માટે): એસિડિટી અને રિફ્લક્સની સારવાર માટે વપરાતી સન ફાર્માની આ દવા પણ અસફળ હોવાનું જણાયું હતું.
  • Ursocol 300: સન ફાર્માની આ દવા પણ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી. ડિફકોર્ટ 6: મેક્લિયોડ્સ ફાર્માની આ દવા, જે સંધિવાની સારવારમાં આપવામાં આવે છે, ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ.

કંપનીઓએ શું કહ્યું
આ દવાઓના ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત કંપનીઓએ જવાબો દાખલ કર્યા હતા, જેમાં તેમણે દાવો કર્યો હતો કે રિપોર્ટમાં દર્શાવેલ બેચ તેમના દ્વારા બનાવવામાં આવ્યા નથી અને આ પ્રોડક્ટ્સ નકલી હોઈ શકે છે. કંપનીઓએ એમ પણ કહ્યું કે તેઓ આ મામલે તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છે.

CDSCOએ શું કહ્યું?
સીડીએસસીઓએ કહ્યું કે આ રિપોર્ટ નકલી દવાઓના ઉત્પાદનની તપાસના પરિણામો પર આધાર રાખે છે. હાલમાં, રેગ્યુલેટરી એજન્સી એ તપાસ કરી રહી છે કે શું આ દવાઓ ખરેખર નકલી સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવી છે અથવા ધોરણોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવી છે. આ તપાસના પરિણામો ન આવે ત્યાં સુધી આ દવાઓને બજારમાં વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ રેગ્યુલેટરે સંબંધિત કંપનીઓને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

સંભવિત જોખમો શું છે?
ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ રહેલી દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. જો નકલી દવાઓ બજારમાં આવી રહી છે, તો તે માત્ર તબીબી સારવારને અસર કરે છે એટલું જ નહીં દેશની આરોગ્ય સેવાઓ પર પણ મોટા પ્રશ્નો ઉભા કરે છે. CDSCO દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ આ મુદ્દાની ગંભીરતાને દર્શાવે છે અને ભવિષ્યમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર કડક દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

Most Popular

To Top