ડભોઈ: વડોદરા જિલ્લામાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપેલી હતી તે સૂચનાને આધારે એ. એ. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી તથા એ.કે .રાહુલજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી એ પોલીસ સ્ટાફના માણસો ની ટીમ બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ચોક્કસ માહિતીના આધારે ડભોઇ ટાઉનમાં ડિગ્રી વગરના ડોક્ટર એસ.એસ.સાહેબ તથા ડોક્ટર એસ. વિશ્વાસનાઓના દવાખાના ઉપર તપાસ હાથ ધરતા સદર બંને વિસામો મેડિકલની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા. સદર બાબતમાં પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખીને બંને બોગસ તબીબોના દવાખાનામાં રેડ પાડી હતી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં બોગસ તબીબો પાસે ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસ નું સર્ટીફીકેટ નહીં હોવાનું બહાર આવ્યું હતું.જેવા બોગસ તબીબ શુભાન સાહેબ મસ્તાન સાહેબ શેખ. મૂળ રહે.પોટ્ટીપાડુ,તા.ગન્નાવરમ,જી. કિષ્ણા વીજયાવાડા, આંધ્ર પ્રદેશ અને તેને માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરેલો છે અને તે છેલ્લા દસ વર્ષથી દવાખાનું ચલાવતો હતો. પોલીસે તપાસ માં તેના ડભોઈ નગર માં હીરાજી ના ટેકરા પાસે કાઈ વાગ્યામાં મસા નું દવાખાના નામે ક્લિનિક ચલાવતા હતા.તેમા માંથી અલગ-અલગ દવાઓ અને સ્ટેટ્સ કોપ મળી કુલ રૂપિયા ૪,૬૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે બીજા કિસ્સામાં બોર ડભોઇના બોગસ તબીબ શંકર હર્ષિતના જય અંબે ક્લિનિક ના નામે પ્રેક્ટિસ કરતો હતો. તપાસ કરતા પોલીસ તપાસ કરતા વિક્રમ પાસેથી પણ મેડિકલ ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસનો સર્ટિફિકેટ નહીં હોવાનું બહાર આવ્યું હતું એ મૂળ રહે.પાથોડીયા,તા.નોથૅ દુગાડી,જી.પરગણા,વેસ્ટબંગલા, કલકત્તા છે અને તેને માત્ર ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તને તો છેલ્લા 15 વર્ષથી દવાખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસ તપાસ દરમિયાન પોલીસે તેના ક્લિનિક માંથી અલગ અલગ દવાઓ અને સ્ટેટસકોપ મળી રૂપિયા ૮,૬૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કાલોલના એરાલ ગામમાંથી બે બોગસ એલોપથી ડોક્ટરો ઝડપાયા
કાલોલ: કોરોના મહામારીના સમયે દરેક બિમારીઓથી પીડિત દર્દીઓ માટે ડોક્ટર ભગવાન સમાન બની જાય છે પરંતુ આવા કપરા સમયમાં અમુક તકવાદી તત્વો બોગસ ડોકટર બનીને ગ્રામ્ય વિસ્તારોમાં પિડિતોનો ફાયદો ઉઠાવી કમાણી કરતા હોય છે એવા બે બની બેઠેલા બોગસ ડોક્ટરો કાલોલ તાલુકાના એરાલમાંથી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસની વિગતો મુજબ કાલોલ તાલુકાના એરાલ ગામમાં પરપ્રાંતીય યુવકો ભાડાના મકાનમાં એલોપથીની હાટડીઓ ખોલીને બોગસ ડોક્ટરો બની બેઠા હોવાનો પર્દાફાશ થયો હતો. જે મધ્યે પશ્ચિમ બંગાળમાંથી આવેલા ઉજજવલ નિર્મલન્દુ હલદર એરાલ ગામમાં વિમલાબેન વિરેન્દ્રભાઈ પરમારના મકાનમાં શ્રેયા કલીનીક અને સરનંદુ શુકલાલ હલદર નિશાળ ફળિયામાં ખુમાનસિંહ માનસિંહ ચૌહાણના મકાનમાં કલીનિક ખોલીને બન્ને ઈસમોએ કોઈપણ પ્રકારની તબીબી અંગેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વિના ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા. બન્ને બોગસ ડોક્ટરો અંગે કાલોલ બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. મનીષ દોશી, અર્બન હેલ્થ ઓફિસર ડૉ. જિજ્ઞેસ વરીયા અને અર્બન હેલ્થ ફાર્માસિસ્ટ નિસર્ગ પટેલ દ્વારા બન્ને ક્લીનીક પર સ્થળ તપાસ હાથ ધરી બન્ને બની બેઠેલા બોગસ ડોક્ટરો પાસે માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી કે એલોપેથિક દવાઓ રાખવાનું લાયસન્સ માંગતા બન્ને પાસે કોઈ ડિગ્રી કે લાયસન્સ ઉપલબ્ધ નહીં હોવાથી આરોગ્ય વિભાગે ઉજજવલ હલદર પાસેથી રૂ. ૫૪,૮૭૯ અને સરનંદુ હલદરના ક્લીનીક પરથી રૂ. ૪૨,૦૮૨ની વિવિધ એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો કબ્જે કરી બની બેઠેલા બન્ને બોગસ ડોક્ટરો વિરુદ્ધ વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઈટોલાથી ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો
ઈટોલા રેલવે ફાટક નજીકના ત્રણ રસ્તા પાસે કાચની કેબીનવાળી દુકાનમાં પોલીસે છાપો માર્યો હતો. ગળામાં સ્ટેથોસ્કોપ લગાવીને હરીરામસિંહ રામનાથસિંહ કુશ્વાહા (રહે ઈટોલા) પાસે ડીગ્રી માંગતા પોલીસ સમક્ષ ટ્રેનિંગ સર્ટીફીકેટ રજૂ કરીને આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે મેડિકલ કાઉન્સિલની પ્રેકટીસનું સર્ટીફીકેટ માંગતા ઉડાઉ જવાબ આપ્યા હતા. પોલીસે કડકાઈભરી પૂછતાછ કરતા બોગસ ડોકટરે જણાવેલ કે, મૂળ બિહારનો છે અને એક વર્ષથી ઈટોલામાં ડીગ્રી વગર કલીનીક ચલાવે છે. મધ્યપ્રદેશમાંથી હોમિયોપેથીની ટ્રેનિંગ સુધીનો જ અભ્યાસ કર્યાની કબુલાત કરી હતી. પોલીસે કલીનીકમાંથી અલગ અલગ દવાઓ, મેડિકલ સાધન સામગ્રી સહિત 8650 રૂિપયાનો મુદામાલ કબજે કરીને ગુજરાત મેડિકલ પ્રેકટીસ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.