GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા લવ જેહાદ્દને ( LOVE JIHAD ) રોકવા માટે મહત્વનું ગણાય તેવું ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003 વિધેયક ગુરૂવારે બજેટ સત્રના છેલ્લા દિવસે ચર્ચા માટે ગૃહમાં રજુ કરાયું હતું. આ બિલમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જોગવાઈઓ સુધારવામાં આવી છે એટલું જ નહીં કેટલીક કલમો નવી દાખલ કરવામાં આવી છે.
લવ જેહાદ્દ વિરોધી બિલની મહત્વની જોગવાઈઓ મુજબ લલચાવી – ફોસલાવીને તેમજ કપટયુકત્ત રીતે જો કોઈ લગ્ન કરીને કે કરાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે તો તેવા કિસ્સામાં નવી કલમ 3 અન્વયે 3 થી 5 વર્ષ સુધીની કેદની સજા ફટકારવામાં આવશે. આ ઉપરાંત 2 લાખનો દંડ થશે. આ કલમ અન્વયે મદદગારીન ગુનો પણ સાંકળી લેવાશે.
સગીર, મહિલા અથવા તો અનુ. જાતિ અને અનું. આદિજાતિની મહિલાની સાથે આ રીતે લલચાવીને કે ફોસલાવીને લગ્ન કરીલઈને તેણીનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવશે, તો તેવા ગુનામાં 4થી 7 વર્ષની કેદની સજા થશે. જ્યારે 3 લાખનો દંડ થશે. સ્પે. કોર્ટ દ્વ્રારા આવા લગ્ન રદ બાતલ જાહેર કરવાની સત્તા રહેશે. કોઈ સંસ્થા કે સંગઠન આ રીતે લગ્ન કરાવાની બાબતમાં સંડોવણી માલુમ પડશે તો સંસ્થા કે સંગઠનનો હવાલો સંભાળતી વ્યકિત્તને 3થી 10 વર્ષની કેદ અને 5 લાખનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.
૩-એ ભોગ બનનાર, તેના માતા-પિતા, ભાઇ- બહેન અથવા લોહીના સંબધ લગ્ન કે દત્તકથી જોડાયેલ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકશે-નવી જોગવાઇ દાખલ કરી
૪-એ લગ્નના હેતુસર કરેલ કરાવેલ કે મદદગારી કરેલ ઘર્માન્તરણ સજાને પાત્ર થશે. -નવી જોગવાઇ દાખલ કરી, ત્રણ વર્ષથી ઓછી નહી પરંતુ પાંચ વર્ષ સુધીની સજા અને રૂા. બે લાખથી ઓછો નહી તેટલો દંડ સગીર, મહિલા અથવા અનુસૂચિત જાતિ જનજાતિના કેસમાં ચાર વર્ષથી ઓછી નહી પરંતુ સાત વર્ષ સુધીની સજા અને રૂા. ત્રણ લાખથી ઓછો નહી તેટલો દંડ
૪-બી આ કાયદા હેઠળ કરાયેલ ગેર કાયદેસર ધર્માન્ત્તરણ સક્ષમ કોર્ટ દ્વારા રદ્દ કરી શકાશે-નવી જોગવાઇ
૪-સી કોઇપણ સંસ્થા આ કાયદાની જોગવાઇનું ઉલ્લધન કરે તો તે સમયે આવી સંસ્થાના ઇન્ચાર્જ અથવા જવાબદાર વ્યક્તિને ત્રણ વર્ષથી ઓછી નહી પરંતુ દશ વર્ષ સુધીની સજા અને રૂા.પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ
ગુના સબંધમાં ચાર્જશીટ થયેથી આવી સંસ્થાને સરકારી સહાય મળવાપાત્ર રહેશે નહી.
૬-એ ગેરકાયદેસર રીતે ધર્મપરિવર્તન થયેલ નથી તે પુરવાર કરવાની જવાબદારી આરોપી, તેના મદદગાર અથવા તેને સલાહ આપનારની રહેશે-નવી જોગવાઇ
૭ આ કાયદા હેઠળનો ગુનો કોગ્નીઝેબલ અને નોનબેલેબલ રહેશે.
-ગુનાની તપાસ DY.S.P. થી ઉત્તરતી કક્ષાના અધિકારી દ્વારા કરી શકાશે નહીં