અમરેલી: અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. જે દરમિયાન કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતા તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. જો કે ઘટનાના પગલે પરિવારજનોમાં માતમ છવાયો છે.
મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ દોડી આવ્યાં
લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા ગયા બાદ ડૂબી ગયા હતા આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો નારાયણ સરોવર પહોંચી ગયા હતા. તેમજ ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે. તેમજ શહેરના અગ્રણીઓ સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા. કિશોરો ડૂબ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અગ્રણીઓ સહિતના લોકો અહીં આવી મદદ કરી રહ્યા છે. ન્હાવા પડેલા તમામ કિશોર વયના હતા.
તમામ લાઠીના રહેવાસી
મૃતકો તમામ લાઠી શહેરના રહેવાસી છે. વિશાલભાઈ મનીષભાઈ મેર(ઉંમર વર્ષ 16), નમનભાઈ અજયભાઇ ડાભી(ઉંમર વર્ષ 16), રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ(ઉંમર વર્ષ 16), મિત ભાવેશભાઈ ગળથીયા(ઉંમર વર્ષ 17), હરેશભાઇ મથુરભાઈ મોરી(ઉમર વર્ષ 18)આ તમામ કિશોરો દુધાળા ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેથી તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે તમામના મૃતદેહો મળી આવ્યા છે. જેને લઈ તેઓના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.