National

બિકાનેર એક્સપ્રેસ વે પર ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ભીષણ અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના મોત

બિકાનેર: રાજસ્થાનના (Rajshthan) બિકાનેરમાં (Bikaner) આજે સવારે એક ભયાનક અકસ્માત (Accidnet) સર્જાયો હતો. ભરતમાલા રોડ પર ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર પાંચ લોકોના મોત (Death) થયા હતા. મૃતકોમાં એક 18 મહિનાની યુવતીનો પણ સમાવેશ થાય છે.

ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારમાં ફસાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતના સ્થળે થોડીવાર માટે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના બિકાનેર નજીક નોખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર નૌરંગડેસર-રાસીસર નજીક થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત થયા છે. આ અકસ્માત રાસીસર ગામ પાસે વહેલી સવારે થયો હતો. અકસ્માતમાં મૃતકો તમામ ગુજરાતના રહેવાસી હોવાનું કહેવાય છે.

એક અધિકારીએ જણાવ્યું કે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા. તમામ લોકો ગુજરાતના રહેવાસી છે. ટક્કર એટલી જોરદાર હતી કે અડધું વાહન ટ્રકની નીચે દબાઈ ગયું હતું. નજીકના લોકોએ ભારે મુશ્કેલીથી કારમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર જામ થઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયોના ટુકડા થઈ ગયા હતા.

મૃતકોની ઓળખ ગુજરાતના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, ડો. પૂજા, ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, તેમના પતિ અને તેમની 18 મહિનાની પુત્રી તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર વાહનોનો જામ થઈ ગયો હતો.

Most Popular

To Top