Gujarat

ગુજરાતમાં પાંચ લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી

ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દી કોરોના સામેનો જંગ જીતી ગયા છે. શુક્રવારે દાખલ થયેલા દર્દીઓ કરતાં સાજા થઈ ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા વધી છે. સમગ્ર રાજ્યમાં આજે ૧૨,૦૬૪ દર્દી નોંધાયા છે, તેની સામે આજના દિવસે ૧૩,૦૮૫ દર્દી સાજા થઈને ઘરે ગયા છે.

અમદાવાદ શહેરમાં પણ શુક્રવારે ૩,૭૪૪ નવા દર્દીની સામે સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા ઘણી વધારે ૫,૨૨૦ છે. સુરતમાં પણ શુક્રવારે ૯૦૩ નવા દર્દી નોંધાયા હતા. તેની સામે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૧.૬૭૦ છે. રાજકોટ શહેરમાં પણ દાખલ થયેલા દર્દીઓ કરતાં સાજા થઇને ગયેલા દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. રાજકોટમાં આજે ૩૮૬ નવા દર્દી દાખલ થયા છે. જ્યારે ૪૪૮ દર્દી સાજા થઈને ઘરે ગયા છે.

સુરત જિલ્લામાં નવા ૩૦૬ દર્દી ઉમેરાયા છે. તેની સામે ૪૯૯ દર્દી સાજા થઈને ગયા છે. આણંદમાં ૧૯૫ નવા દર્દી સામે સાજા થઈને ગયેલા દર્દીઓ ૨૨૯ છે. પાટણમાં ૧૩૯ નવા દર્દી દાખલ થયા છે, તેની સામે ૨૧૦ દર્દી સાજા થઈને ગયા છે. ગાંધીનગર શહેરમાં ૧૩૧ નવા દર્દી નોંધાયા છે, તેની સામે ૧૬૧ દર્દી સાજા થઈને ગયા છે. ભરૂચમાં નવા ૧૧૪ દર્દી છે. જ્યારે ૧૬૯ દર્દી સાજા થઈને ગયા છે. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧૨ નવા દર્દીની સામે ૨૦૨ દર્દી સાજા થઈને ગયા છે. ગુજરાતનો રિકવરી રેટ પણ ૭૬.૫૨ ટકા જેટલો થયો છે.

Most Popular

To Top