Vadodara

કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 બાળક સહિત 5ના મોત

વડોદરા: સોખડા ગામે લગ્ન પ્રસંગમાંથી પરત આવતા પાદરાના લોલા ગામના પરિવારને વડોદરા પાદરા રોડ અકસ્માત નડ્યો હતો. અટલાદરા પેટ્રોલપંપ પાસે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર ત્રણ બાળક સહિત પાંચ લોકોને મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે એક બાળક સારવાર હેઠળ છે. માંજલપુર પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

પાદરા તાલુકાના લોલા ગામે રહેતા અરવિંદ પુનમભાઇ નાયક રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદ નાયકની સાસરી હરીધામ સોખડા ખાતે લગ્ન પ્રસંગ હતો. જેથી તેઓ 23 ફેબ્રુઆરીના રોજ પોતાની પત્ની કાજલબેન અને સંતાનો સામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી તેઓ મોડી રાત્રીના સમયે રિક્ષા લઇને પરત આવતા હતા. તે દરમિયાન અટલાદરા પાદરા રોડ પર એસ્સાર પેટ્રોલ પંપ નજીક સત્સંગ કોમ્પલેક્ષની સામે આવતી કારનો અરવિંદભાઇની રિક્ષા સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો.

જેમાં રિક્ષા ચાલક અરવિંદભાઇ તેમની પત્ની અને પુત્રનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે રિક્ષામાં સવાર અ્ન્ય ત્રણ બાળકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં અન્ય બાળકી અને બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળક સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલકના પિતરાઇ ભાઇ અલ્પેશ રમણભાઇ નાયકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પૂરઝડપે કાર હંકારી અકસ્માત કરનાર ચાલકની ધરપકડ
વલસાડ જિલ્લાના ચરવાડા ગામના રનઝાવાડી મહોલ્લામાં રહેતા જયહિંદ બ્રિજમોહન યાદવ પોતાની \RGJ-15-CL-3177 નંબરની અર્ટિગા કાર લઇને પાદરાથી અટલાદરા વડોદરા તરફ પૂરઝડપે જઇ રહ્યા હતા. તે દરમિયાન 24 ફેબ્રુઆરીના 12.05 વાગે પાદરા તાલુકા પરિવારની રિક્ષા ધડાકાભેર અકસ્માત કર્યો હતો. જેના કારણે ત્રણ બાળકો સહિત પાંચ જણાના મોત નિપજ્યા હતા. જેથી પોલીસે કાર ચાલક સામે ઇપીકો 279,337,338,308(અ),427 અને મોટર વ્હીલકલ એક્ટની કલમ 177,184 મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

Most Popular

To Top