National

ઉત્તરાખંડના રૂરકીમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ તૂટી પડતા 5ના મોત

નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) રૂરકીમાં (Roorkee) મંગળવારે સવારે એક દુઃખદ અકસ્માત (accident) સર્જાયો હતો. મેંગ્લોર (Mangalore) કોતવાલીના લહાબોલી ગામમાં ઈંટોના ભઠ્ઠાની (Brick kilns) દિવાલ (Wall) અચાનક ધરાશાયી (collapsing) થઈ ગઈ. આ દરમિયાન અડધા ડઝનથી વધુ કામદારો કાટમાળ (debris) નીચે દટાયા હતા. કાટમાળમાંથી અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો (Five dead bodies) બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણની હાલત નાજુક છે.

મળતી માહિતી મુજબ, સવારે રસોઈ બનાવવા માટે ચીમનીમાં ઇંટો ભરતી વખતે અકસ્માત સર્જાયો હતો. કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. કોઇ કંઇ સમજે તે પહેલા દિવાલ પાસે ઉભેલા કામદારો કાટમાળ નીચે દટાઇ ગયા હતા.

જેસીબીની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
હાલ જેસીબી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એસપી દેહત સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મેંગ્લોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રદીપ બિષ્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ મજૂરોની હાલત નાજુક હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ મજૂરો લહાબોલી ગામના, એક મજૂર મુઝફ્ફરનગરના અને અન્ય સ્થાનિક ગામના હતા. તે જ સમયે એસએસપી અને ડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા, પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ગ્રામજનો સાથે વાત કરી.

મૃતકોના નામ

  • મુકુલ (28)
  • સાબીર (20)
  • અંકિત (40)
  • બાબુરામ (50)
  • જગ્ગી (24)

ઘાયલોના નામ

  • રવિ (25)
  • ઇન્તેઝાર (25)
  • સમીર

Most Popular

To Top