Vadodara

સાદાબ પાનવાલા સહીત 5ની ATS દ્વારા પૂછતાછ

વડોદરા : શહેરના વાડી તાઇવાડા વિસ્તારમાં ક્લિનિક ધરાવતા બીએચએમએસ ડોક્ટર સાદાબ પાનવાલાના ઘરે બે દિવસ પૂર્વે પરોઢિયે અમદાવાદની એટીએસની ટીમ સહિતના પોલીસે કાફલાએ છાપો માર્યો હતો. ઍક તબીબની અટકાયત કરીને એટીએસ ઊંચકી જતા સમગ્ર સંવેદનશીલ વિસ્તારમાં તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે વાડી તાઇવાડામાં રહેતા ડો.શાદાબ પાનવાલા તેમના વિસ્તારમાં જ અલ ઇખ્વાન ક્લિનિક ધરાવે છે અને તેઓ વાઘોડિયા રોડ વિસ્તારની એક નામાંકિત હોસ્પિટલમાં પણ સેવા આપે છે.એટીએસની ટીમ એકાએક તેમના ઘેર પહોંચી હતી અને ડો.શાદાબને નજીવી પુછતાછ બાદ સાથે લઈ ને અમદાવાદ જવા રવાના થઇ ગઇ હતી. બનાવ અંગે જાણ થતા જ ડોક્ટરના પરિવારજનો પણ અમદાવાદ તેમજ ગાંધીનગર જવા રવાના થયા હતાં.

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું હતું કે ડો.શાદાબે કોરોનાકાળમાં પણ મુસ્લિમ મેડિકલ એસોસિએશનમાં ફરજ બજાવી હતી. એટીએસના સૂત્રોએ વડોદરાના ડોક્ટરને પૂછપરછ માટે લાવ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું તેમજ તેમની સાથે અન્ય જિલ્લાઓમાંથી પણ કેટલાંક લોકોને લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે તેવો ઉલ્લેખ કર્યો હતો. જો કે ક્યાં કારણોસર તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તે અંગે કાંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

તબીબની અટકાયત ના પગલે મુસ્લિમ સમાજ અને અગ્રણીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેમનું ઘર તેમજ ક્લિનિક તો હાલ બંધ હાલતમાં છે.રાજયના સ્લીપર સેલ અને આઈએસઆઈએસ જેવી દેશદ્રોહી અને કટ્ટરવાદી સંસ્થા ઓ ના આકાઓ એ છેલ્લાં 1 માસથી ગુજરાતમાં મોટા પાયે આતંક ફેલાવવા ધમકીઓ આપી છે તો બીજી તરફ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગૂજરાત ની મુલાકાતે છે.તે બધી બાબતે સુરક્ષા અને સલામતી ના ચુસ્ત પગલાં રુપે રાજયના સંકાસ્પદ ઇસમોને એટીએસ ઊઠાવી રહી છે અને પૂછ પરછ કરી રહી છે.

ડૉક્ટર ની સાથોસાથ એટીએસ ની ટીમો એ રાજકોટ તથા ગોધરાના ભંગારના વેપારી ઉપરાંત ઍક મહીલા સહિત અન્ય ચાર શકમંદોને પણ સકંજામાં લીધા હતા. તેમજ તેમનાં મોબાઈલ લેપટોપ ઉપરાંત મહત્વના દસ્તાવેજ પણ કબ્જે કર્યા હતા. જોકે એટીએસના અધિકારીઓ સાથે સીધી વાત ચીત કરતા સામાન્ય પૂછ પરછ અર્થે લાવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 2008મા થયેલ બોમ્બ ધડાકા મા ડૉક્ટર સાદાબની સંડોવણી હોવાનુ જાણવા મળ્યુ હતું. તેમજ ભૂતકાળમાં ધર્માંતરણ અર્થે દેશ દ્રોહી કૃત્યો કરનાર કટ્ટરવાદી સલાઉદ્દીન શેખ સાથે પણ ગાઢ ઘરોબો ધરાવતો હોવાના અહેવાલ સાંપડ્યા હતા. જોકે એટીએસ દ્રારા હજુ સુધી કોઇ પણ જાતની સત્તાવાર જાહેરાત કરવામા આવી નથી. વડાપ્રધાન ના કાર્યક્રમ બાદ એટીએસ કંઈ ધડાકો કરે તેવી ચર્ચા સાંભળવા મળી હતી.

Most Popular

To Top