નવી દિલ્હી: શ્રીનગરના પ્રખ્યાત દાલ સરોવરમાં (Dal Lake) શનિવારે સવારે ભીષણ આગ (Fire) લાગી હતી. જેમાં પાંચ હાઉસબોટ (House boats) બળીને રાખ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પ્રાથમિક અહેવાલમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ (short circuit) હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર (Fire) વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.
- શ્રીનગરના દાલ સરોવરમાં શનિવારે સવારે ભીષણ આગ
- પાંચ હાઉસબોટ બળીને રાખ થઈ
- ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી
- દાલ સરોવરમાં બારેમાસ થાય છે હિમવર્ષા
મળતી વિગતો મુજબ સૌપ્રથમ આગ તળાવના પિયર નંબર 9 પર પાર્ક કરેલી હાઉસ બોટમાં લાગી હતી. જે ઝડપથી બીજી બોટમાં ફેલાઈ હતી અને નજીકની ચાર હાઉસ બોટને લપેટમાં લીધી હતી. જેના પરિણામે કિનારા પરની પાંચેય બોટ બળીને રાખ થઈ ગઈ હતી. જેથી તમામ પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગના આ બનાવમાં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ પાંચ બોટ બળી જતાં ખુબ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હતું.
દાલ સરોવર પોતાના ઐતિહાસિક મહત્વ અને સાંસ્કૃતિક મૂલ્ય માટે જાણીતુ છે. અહીં આવતા પ્રવાસીઓ માત્ર હાઉસબોટ દ્વારા જ મુસાફરી કરે છે. તેની ડિઝાઇન પણ ખૂબ જ ખાસ છે અને તેની રૂપરેખા શ્રીનગરના ઇતિહાસ સાથે સંલગ્ન છે. જણાવી દઇયે કે આગ લાગી તે સમયે તળાવના કિનારે ઘણી બોટ પાર્ક કરવામાં આવી હતી. પરંતુ ફાયર વિભાગની સુજબુજના કારણે મોટી જાનહાની ટળી હતી.
શ્રીનગરનું દાલ સરોવર પર્યટનની દ્રષ્ટિએ ખૂબ જ લોકપ્રિય અને જાણીતું છે. જમ્મુ અને કાશ્મીરના સરોવરોની મુલાકાત લેતા પર્યટકો માટે આ પર્યટનનું મુખ્ય કેંન્દ્ર પણ છે. આ તળાવમાં બારેમાસ હિમવર્ષાનો આનંદ માણી શકાય છે. આ હિમવર્ષાના કારણે જ દાલ સરોવર પર્યટકો માટે પહેલી પસંદ છે.
પરંતુ અહીં આજે વહેલી સવારે અચાનક હાઉસબોટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડના જવાનોની તત્પરતાના કારણે આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. આગ પાછળનું કારણ જાણવા માટે ફાયર વિભાગની ટીમ અને પોલીસે સાથે મળીને આગળની તપાસ હાથ ધરી છે.