SURAT

સીએ ઇન્ટર મિડિયેટમાં પ્રિયા શાહ દેશમાં 46માં ક્રમે, ફાઉન્ડેશનમાં રેન્કિંગ પ્રથાને તિલાંજલિ

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની ચાર્ટ્ડ એકાઉન્ટન્સી દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં લેવામાં આવેલી સી.એ ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિએટના અભ્યાસક્રમની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરમિડિએટમાં સુરતની પ્રિયા શાહ નામની વિદ્યાર્થીનીએ ૮૦૦ પૈકી ૬૨૩ માર્કસ સાથે દેશમાં ૪૬મો ક્રમ મેળવી ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું હતું. જયારે ફાઉન્ડેશનમાં ટોપ-૫૦ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી નથી. પરંતુ, શહેરના વિદ્યાર્થીઓએ તેજસ્વી દેખાવ કર્યો હતો.

ફાઉન્ડેશનના પરિણામમાં સૌથી મહત્વની બાબત એ રહી હતી કે વિદ્યાર્થીઓએ લોકડાઉન દરમિયાન નોંધણી કરાવી હતી અને સંપૂર્ણ અભ્યાસ ઓનલાઇન કર્યા બાદ કોરોનાની ગાઇડલાઇન વચ્ચે જ પરીક્ષા પણ આપી હતી. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લાદવામાં આવેલા લોકડાઉન વચ્ચે સી.એ જેવા અત્યંત અઘરા ગણાતા અભ્યાસક્રમનું પણ ઓનલાઇન ટીચિંગ મેળવીને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ દેશભરમાં નોંધનીય દેખાવ કર્યો છે.

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડિસેમ્બર-૨૦૨૦માં લેવામાં આવેલી ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિએટની પરીક્ષાનાં પરિણામમાં ફાઉન્ડેશનમાં ટોપ-૫૦ના વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ સુરતના વિદ્યાર્થી આયુષ ગર્ગ એ ૪૦૦ પૈકી ૩૩૭ માર્કસ સાથે સફળતા મેળવી હતી. જયારે સી.એના અભ્યાસક્રમના બીજા વર્ષ સમાન ઇન્ટરમિડિએટમાં પ્રિયા શાહ નામની વિદ્યાર્થીનીએ દેશભરમાં ૪૬મો ક્રમ જયારે શહેરમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

પ્રિયા શાહે અગાઉ દેશભરમાં ફાઉન્ડેશનની પરીક્ષામાં પણ ૨૧મો નંબર મેળવ્યો હતો. જયારે પ્રિયાની મોટી બહેન ક્રિના શાહે પણ તાજેતરમાં જ સી.એ.નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. ઇન્ટરમિડિએટમાં દેશભરમાં સુરતનું નામ રોશન કરનાર પ્રિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે મોટાભાગનું શિક્ષણ ઓનલાઇન મેળવ્યું હતું, પણ ભારે મહેનતના કારણે શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સફળતા મળી હતી. વધુમાં જોવા જઇએ તો કોરોના વાયરસના લોકડાઉન વચ્ચે ફાઉન્ડેશનના તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કરીને પરીક્ષા આપી સફળતા મેળવી હતી.

સીએ ઇન્ટરમિડિએટનાં તેજસ્વી તારલા
વિદ્યાર્થી–માર્કસ

પ્રિયા શાહ–૬૨૩
કુશલ તમાકુવાલા–૬૧૩
બ્રિજેશ હિરપરા–૬૦૩
રામસ્વરૂપ અગ્રવાલ–૬૦૩
ખુશી માકોડિયા–૬૦૩
અક્ષીત અણઘણ–૫૯૭
શ્રેયા બંસલ–૫૮૮
પ્રતિક કોટડિયા ૫૫૩

સી.એ ફાઉન્ડેશનના તેજસ્વી તારલા

વિદ્યાર્થી–માર્કસ
આયુષ ગર્ગ–૩૩૭
હર્ષ મહેતા–૩૩૫
‌વૈભવ ગર્ગ–૩૨૯
ક્રિષી ચૌધરી –૩૨૭
કિષી અગ્રવાલ–૩૨૭
ગૌતમ પ્રજાપતિ–૩૨૬
અભિષેક ચોકસી–322
જેનીશ કર્ણાવત–322
અભિષેક કાબરા–321
તાનીયા મોદી–320
યશ ગર્ગ–319
વર્ષાલી જૈન–318

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top