શહેરા: શહેરા ના બોરીયાવી ગામ ખાતેથી પોલીસ એ દારૂના 44 નંગ પ્લાસ્ટિકના કવોટરિયા રહેણાંક ઘરમાંથી મળી આવ્યા હતા.પોલીસ ની રેડ દરમિયાન બુટલેગર ભાગવા જતા પકડાઈ ગયો હતો. જ્યારે આરોપીના પરીવારજનો એ પોલીસ સામે મારમાર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. દારૂ સાથે પકડાયેલ આરોપીને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
શહેરા ના બોરીયાવી ગામ માં અમુક બુટલેગર દારૂનો ધંધો કરીને યુવાનોને નશાના રવાડે ચડાવી રહયા છે.સ્થાનિક પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ગામ માં મોટા પાયે દારૂ નુ વેચાણ થઈ રહયુ હોવાની માહિતી ખાનગી રાહે મળી હતી.બાતમી ને હકીકત ગણીને પોલીસે બોરીયાવી ગામ માં શના ભેમા ડાભીના રહેણાંક ઘરમાં રેડ પાડતા દારૂની એક પેટીમા પ્લાસ્ટિક ના 44 નંગ કવોટરિયા 180 મિલી ના મળી આવ્યા હતા.
પોલીસ ને જોતા બુટલેગર ભાગવા જતા તે જમીન પર પડી જતા તે પકડાઈ ગયો હતો.પોલીસે રૂપિયા 4400ના દારૂ સાથે પકડી પાડેલ દારૂના આરોપીને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.જ્યારે દારૂ સાથે પકડી પાડેલ શના ડાભીના પરીવારજનો એ પોલીસ એ મારમાર્યો હોવાનો પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો. પોલીસ મથક ખાતે આરોપી ઉભો પણ રહી શકતો ના હતો.
પોલીસ મથક ખાતે ઇમરજન્સી 108 દ્વારા દારૂ સાથે પકડાઈ ગયેલા આરોપી શના ડાભી ને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામા આવ્યા હતો.આરોપીના પરિવારજનો ના આંખ મા આંસુ સાથે પોલીસ સામે આક્રોશ પણ જોવા મળી રહયો હતો.
આ બાબતે પોલીસ મથક ના મહિલા પી.એસ.આઇ નીલમ ઢોડિયા ને પૂછતા પોલીસ એ કોઈ માર માર્યો નથી. દારૂની રેડમાં આરોપી ભાગવા જતા પડી ગયો હતો.આ જે માર મારવાના આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા ચૂંટણી ના માહોલ વચ્ચે દારૂ વેચતા બુટલેગર સામે કાર્યવાહી હાથધરી હતી.બીજી તરફ પોલીસ સામે આરોપીને માર મારવાનો આક્ષેપ થતા અનેક સવાલો સાથે તાલુકા પંથક મા ચર્ચા નો મુદ્દો બન્યો છે.
આરોપીની પત્ની સવિતાબેન ડાભીએ જણાવ્યું હતુ કે, મારા દિયર ની છોકરીનું લગ્ન હોવાથી દારૂ લાવી હતી. પોલીસ ને કોઈ એ જાણ કરતા હમારા ઘરે આવીને દારૂ પકડ્યો હતો.પોલીસે મારા પતિ ને માર મારતા ઉભુ પણ રહી શકાતું નથી. મારા પતિ ને દવાખાને પોલીસ સ્ટેશન થી લઇ ગયા છે. અમારી કોઈ પહોંચ ના હોવાથી અમારી કોઈ મદદે આવતુ નથી.