સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ની જાહેરાત ની સાથે જ ભારતીય જનતા પાર્ટી(BJP) દ્રારા ચૂંટણી પસંદગી સમિતિની બેઠક કમલમ ખાતે થઈ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી લડવા માટે ભાજપના દાવેદારોએ તો દાવેદારી કરી છે. 182 વિધાનસભા મત ક્ષેત્રમાં નિરીક્ષકો દ્રારા સેન્સ લેવાની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં 4300થી વધુ દાવેદારોએ ચૂંટણી ટિકિટ માંગી છે. આ બેઠકમાં હાજરી આપવા પ્રભારી સહિત પ્રદેશ નેતાઓ મનોમંથન કરશે અને ત્રણથી પાંચ નામોની પેનલ બનાવીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે હાઈકમાન્ડ દ્રારા ઉમેદવારના નામોની પસંદગી કરીને મંજૂરીની મોહર મારવામા આવશે તારીખ 12મી નવેમ્બરની આસપાસ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં આખરી નામો પર ચર્ચા થશે
આ બેઠકમાં ત્રણથી પાંચ નામની પેનલ બની શકે છે. એટલે કે જે બેઠકો પર વધુ ઉમેદવારો છે અને તમામ મજબુત પણ છે તો તેવા ઉમેદવારોના નામ પર અસમંજસતા દૂર કરવા પાંચ નામમી પેનલ બનાવાશે યારે જે બેઠકો પર લગભગ નામ ફાઈનલ જેવી સ્થિતિ હોય તેવી બેઠકો પર ત્રણ નામ સાથેની પેનલ તૈયાર થશે. આ તમામ પેનલ દિલ્હી હાઈકમાન્ડને મોકલી અપાશે અને ત્યારબાદ દિલ્હી ખાતે આખરી નામો પર ચર્ચા વિચારણા કરી અંતે આખરી યાદી જાહેર કરાશે. ત્રણ દિવસ ચાલનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલનારી ચૂંટણી સંકલન સમિતિની આ બેઠકમાં સેન્સ પ્રક્રિયા બાદ આવેલા દાવેદારોના નામ પર ચર્ચા કરવામાં આવશે.
ટિકિટ વહેંચીમાં આંતરિક રોષ ભભૂકશે
નોંધનીય છે કે હાલ ભારતીય જનતા પાર્ટી પાસે વિધાનસભામાં 111 ધારાસભ્યો છે હવે 71 નવા ચહેરાની શોધ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટો કરીને આવેલા નેતાઓને ચૂંટણીમાં ધારાસભ્ય પદની ટિકિટનું વચન આપવામાં આવ્યું છે તો મોટા ગજાના કોંગ્રેસના નેતાઓને ભાજપનો ખેસ પહેરવા પાછળ ટિકિટ મેળવવાનો અભરખો તેમજ મંત્રી પદની મહેચ્છા છે તેવા સંજોગોમાં આંતરિક રોષ ભભુકે કે તો નવાઈ પામવા જેવું નથી. આમ છતાં ટિકિટ વહેચણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ નો જ હાથ ઉપર રહેશે તે વાત નક્કી છે.
પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ મંત્રીઓનો સમાવેશ
ભાજપના ગાંધીનગરના ખાતેના કાર્યાલય ‘કમલમ’માં યોજવામાં આવી હતી. ગુજરાતભરમાંથી આવતા શહેર- જિલ્લા ભાજપના આગેવાનોને વેઇટિંગ માટે પાટીલના બંગલે સમીયાણો બાંધવામાં આવ્યો હતો. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ, સંગઠન મંત્રી રતાકર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી.ફળદુ, સુરેન્દ્રભાઈ પટેલ, સાંસદો રાજેશભાઈ ચુડાસમા, કિરીટભાઈ સોલંકી અને જશવંતસિંહ ભાભોર, પૂર્વ મેયર કાનજીભાઈ ઠાકોર, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ દીપિકાબેન સરડવા છે. બોર્ડના સભ્યોમાં છેલ્લી ઘડીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા અને ગૃહ રાય મંત્રી હર્ષ સંઘવીનો ઉમેરો કરાયો છે.