SURAT

રૂપિયા 408 કરોડના બોગસ આઇટીસી કૌભાંડ મામલે એકની ધરપકડ

સુરત: સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 408 કરોડ રૂપિયાના બોગસ આઇટીસી મામલે એકની ધરપકડ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં તેની પાસે બોગસ બિલ ખરીદનારાઓને પણ સમન્સ આપી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.

જીએસટી વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ, વડોદરા ઇન્ટેલિજન્સ યુનિટ તરફથી મળેલી માહિતીના આધારે સુરત જીએસટીની પ્રિવેન્ટિવ વિંગે અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા હાજી ઇમ્તિયાઝ હાજી ઇકબાલ ગોડિલની ધરપકડ કરી હતી. વિભાગનું કહેવુ છે કે હાજી ઇમ્તિયાઝે સાતથીઆઠ બોગસ પેઢીઓ બનાવીને બોગસ બિલોના આધારે ક્રેડિટ લેવામાં આવી હતી અને ટેક્સ પાસ-ઓન કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારની ખરીદી કે વેચાણ કર્યા વગર કુલ 408 કરોડ રૂપિયાના બોગસ બિલો બનાવવામા આવ્યા હતાં. જેનાથી વિભાગને 20.40 કરોડનું નુકસાન થયું છે.

જીએસટી વિભાગ આવનારા દિવસોમાં હાજી ઇમ્તિયાઝ પાસેથી બોગસ બિલો ખરીદનારાઓની પણ પુછપરછ કરશે તેવી સંભાવના છે. જીએસટી વિભાગના વડોદરાના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા છેલ્લા ત્રણ મહિનાઓમાં સુરત જીએસટી વિભાગમાં કુલ 2000 કરોડ રૂપિયાથી વધુના ટેક્સચોરી અંગેની માહિતીઓ સુરત જીએસટી વિભાગને મોકલી હતી. હાલ પણ સુરત જીએસટી વિભાગ દ્વારા પાર્ટીઓના વેરિફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સીજીએસટી અને એસજીએસટી બંને વિભાગો દ્વારા બોગસ આઇટીસી મુદ્દે મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ કેટલાક અન્યની ધરપકડ થાય તેમ છે.


ઈમ્તિયાજ ગોડિલ કોરોના પોઝિટિવ નીકળતા નવી સિવિલ હોસ્પિ.માં દાખલ કરાય

સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વાર ધરપકડ કરવામાં આવેલા હાજી ઇમ્તિયાઝ હાજી ઇકબાલ ગોડિલને મેડિકલ તપાસ દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ હોવાથી ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોરોનાની સારવાર બાદ આગળની તપાસ હાથ ધરાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top