Madhya Gujarat

વિરપુરના કદમખંડી ખાતે 40 વ્યક્તિને ભમરાંએ ડંખ માર્યાં

વિરપુર : વિરપુર તાલુકાના કદમખંડી ખાતે બુધવારના રોજ ફાગના કાર્યક્રમ દરમિયાન એકત્ર થયેલા લોકો પર ભમરાંનું ઝુંડ ત્રાટક્યું હતું. જેના પગલે નાસભાગ મચી ગઇ હતી. જોકે, 40 જેટલી વ્યક્તિને ભમરાંએ ડંખ મારતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. વિરપુર ખાતે આવેલી કદમખંડી ખાતે ફાગનો કાર્યક્રમ દરમ્યાન ભમરાઓએ ડંખ મારતા તમામ લોકોને વિરપુર સીએચસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિરપુરના રસુલપુર કદમખંડી ખાતે દર વર્ષે ફાગનો કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે પણ ફાગનો કાર્યક્રમ યોજાયો હતો.

તે દરમ્યાન ભરાઓનુ ઝુંડ અચાનક આવી લોકો પર ત્રાટક્યું હતું. આ કાર્યક્રમમાં 200થી 300 માણસ એકઠાં થયાં હતાં. તે દરમિયાન ભમરાઓનુ ઝુંડ અચાનક ઉડવા લાગ્યું હતું. જેના કારણે ફાગના કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં કાર્યક્રમ હાજર લોકો પર ભમરાઓ તૂટી પડ્યા હતા. તે સમયે વૃધ્ધો સહિત સૌ કોઇ પોતાનો જીવ બચાવવા મુઠ્ઠીઓ વાળીને નાઠા હતા. આ ઘટનાને લઈને 108ની મદદથી ભમરાઓ કરડયા હોય તેવા તમામ વ્યક્તિઓને વિરપુર ખાતે આવેલી સીએચસીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં 40 જેટલા લોકોને ભમરાઓએ ડંખ માર્યા હોવાનું જાણવા મળ્યુ હતું.

Most Popular

To Top