Vadodara

આણંદમાંથી 40 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું

આણંદ તા.12
આણંદ નગરપાલિકા દ્વારા ઇસ્માઇલનગર પાછળ બેકરીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી વેપારી સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.
આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સેનેટરી વિભાગ મારફતે શહેરના ઇસ્માઇલનગર પાછળ ઇરફાન નગરમાં તપાસણી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ગુજરાત બેકરીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીક આશરે 40 કિલો જેટલું જપ્ત કર્યું હતું અને વેપારીને રૂ.અઢી હજારનો વહીવટી ચાર્જ તેમજ બળિયાદેવ મંદિર રોડ પર આવેલા ક્રિષ્ના બેકરી, પરીખ ભુવન પાસે આવેલા હરિશ બેકરી અને રણછોડરાય દુગ્ધાલયમાંથી કુલ 7 કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી દોઢ હજારનો વહીવટી ચાર્જ વસુલ્યો હતો.

Most Popular

To Top