SURAT

4 વર્ષનો બાળક રમતા-રમતા ઘરેથી દૂર નીકળી ગયો: 30 પોલીસે 25 CCTV કેમેરા જોઈ શોધી કાઢ્યો

સુરત (Surat): શહેરના સચીન જીઆઈડીસી (GIDC, Sachin) વિસ્તારમાં બુધવારે સવારે રમતા રમતા ઘરેથી એક કિલોમીટર દૂર પહોંચી ગયેલા બાળકની પોલીસે શોધખોળ કરી ગણતરીના કલાકમાં શોધી કાઢી પરિવારને સોંપ્યો હતો. બાળકને વહેલા શોધવા પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા વિશેષ સૂચના આપવામાં આવી હતી. સચીન જીઆઈડીસી ખાતે પુષ્પક નગર વિભાગ -1 પ્લોટ નં -65 થી 69 રૂમ નં -16 માં રહેતા વિનોદ ભરેલાલ શાહુનો 4 વર્ષનો પુત્ર બુધવારે સવારે સવા દસ વાગ્યાના અરસામાં રૂમ પાસેથી રમતા રમતા ગુમ થયો હતો. બાળકના પરિવારે સચીન જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસની વિવિધ ટીમ તાત્કાલિક બાળકને શોધવા કામે લાગી હતી. પોલીસ કમિશનરે સૂચના આપતા એડિશનલ સીપી, ડીસીપી, એસીપી સહિતનો કાફલો પણ પોલીસ સ્ટેશન પહોંચી જઈ બાળકની શોધખોળ માટે માર્ગદર્શનમાં જોડાયા હતા.

  • સચીન જીઆઈડીસી વિસ્તારમાં ગુમ થયેલા બાળકને શોધવા પોલીસ કમિશનરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્ટાફને કામે લગાડ્યો
  • પોલીસે ગણતરીના કલાકમાં જ બાળકને શોધી પોલીસ સાથે મીલન કરાવ્યું, પોલીસ કમિશનરે બાળકને મળી વહાલ કર્યો હતો

આ બાળકની શોધખોળ કરવા માટે 30થી વધારે પોલીસ જવાનો કામે લાગ્યા હતા. આ સમગ્ર વિસ્તારમાં આવેલા 25 થી વધારે સીસીટીવી કેમેરાઓને ખણખોદ કરવામાં આવી હતી. બાળક એક પછી એક જે સીસીટીવી ફુટેજમાં દેખાતો હતો તેના આધારે પોલીસ તપાસ કરી શોધખોળ કરતી હતી. સી.સી.ટીવી કેમેરા ચેક કરતા બાળક સી.સી.ટીવી કેમેરામાં એકલો ચાલતો ચાલતો સચીન જી.આઇ.ડી.સી તરફ જતો દેખાયો હતો. તે દિશામાં અન્ય બીજા કેમેરાઓ ચેક કરી બાળક જતો હોય તે દિશામાં ઝીણવટ ભરી રીતે તપાસ કરી બાળકની ભાળ મળી આવી હતી. સાંજે પોલીસે બાળકનું પરિવાર સાથે મિલન કરાવતા ખુશ થઈ ગયા હતા. પોલીસ કમિશનરે જાતે બાળકને મળી વહાલ કર્યો હતો.

સુરત પોલીસની કામગીરી પ્રશંસનીય છે. એક બાજુ શહેરની મોટે ભાગની પોલીસ આવનારી ચૂંટણીઓ દરમિયાન શહેરમાં શાંતિનો માહોલ જળવાઇ રહે તેના માટે શહેરમાં ઠેર ઠેર તેનાત કરવામાં આવી છે. જણાવી દઇએ કે 21 તારીખે શહેરમાં ર્કોપોરેશનની ચૂંટણીો છે. જેને લઇને હાલમાં તમામ રાજકીય પાર્ટીઓ જોર-શોરથી પ્રાચાર કરી રહી છે. સુરત મહાનગરાપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીમાં (Election) ફરજ બજાવતા અલગ અલગ સરકારી કર્મચારીઓ માટે વીસ હજાર કરતા વધારે પોષ્ટલ બેલેટ મોકલવાનો આરંભ કરાયો છે. જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી મળેલી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીંગ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ વગેરે મતદાનના દિવસે અલગ-અલગ ફરજ બજાવવાના હોવાથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ થી વંચિત ન રહી જાય એ માટે તેઓ તેઓ તેમના રહેઠાણના વોર્ડમાં મતદાન કરી શકે એ માટે પોસ્ટલ (Postal) બેલેટ તેમના સુધી રવાના કરવામાં આવ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top