Charchapatra

૪ પૈસા.. એટલે શું?

છોકરો કાંઈક કમાશે તો, ૪ પૈસા ઘરમાં આવશે.૪ પૈસા કમાશો તો, પાંચમાં પુછાશો અથવા ૪ પૈસા કમાવવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે તો સવાલ છે કે, આ કહેવતોમાં ૪ પૈસા જ કેમ!? ૩ પૈસા નહીં કે, ૫ પૈસા કેમ નહીં.!? તો ૪ પૈસા કમાવવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..! પહેલો પૈસો કૂવામાં નાંખવાનો.! બીજા પૈસાથી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું.! ત્રીજા પૈસાથી આગળનું દેવું ચૂકવવાનું.!ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો….!હજુ વાતની ગૂઢતા વિગતે સમજીએ.

૧. એક પૈસો કૂવામાં નાંખવાનો એટલે કે, પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કૂવો) પૂરવા માટે વાપરવાનો.૨. બીજો પૈસો પાછળ (પિતૃઓ)નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો.પોતાના માતા પિતાની સેવા માટે.તેમણે આપણું જતન કર્યું, પાલનપોષણ કરી મોટા કર્યા તો, તે કરજ ઉતારવા માટે.3. ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો!પોતાના સંતાનને ભણાવી, ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે. એટલે કે ભવિષ્યનું દેવું) ૪. ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો.એટલે કે, શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે.તો આ છે, ૪ પૈસા કમાવાની વાત. કેટલી ઊંડાઈ હોય છે આપણી આ પ્રાચીન વાતોમાં.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કરકસર કરો કરવેરા ઘટાડો
કરકસર કરો કરવેરા ઘટાડો સરકાર ટેક્ષમાંથી જંગી આવક મેળવે છે. પરંતુ ટેક્ષના નાણાંનો વિકાસનાં કામોમાં જોઈએ તેટલો ઉપયોગ થતો નથી. મોટા ભાગના ટેક્ષનાં નાણાં નેતાઓ અને કર્મચારીઓના પેન્શન અને ચૂંટણીઓ પાછળ વેડફાય છે. 1. લોકસભા-વિધાનસભાની સાથે ચૂંટણીઓ કરો. 2. વિધાનસભાની સમાંતર ચાલતી વિધાન પરિષદો નાબૂદ કરો. 3. એક વ્યક્તિને એક જ પેન્શનની નીતિનો અમલ કરો. 4. સાંસદ-ધારાસભ્યોના પેન્શન નાબૂદ કરો. હવે ઓનલાઈન દરેક કામ થાય છે ત્યારે સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા ઘટાડો. 6. આંતક ફેલાવતા દેશોને મદદ બંધ  કરો.
વલ્લભ વિદ્યાનગર – જગદીશ ડી. ઉપાધ્યાય- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top