National

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ, અજીત પવાર જૂથના 4 નેતાઓએ રાજીનામું આપ્યું

મુંબઈ: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો ઝટકો લાગ્યો છે. તેમની પાર્ટી NCPના પિંપરી-ચિંચવડ યુનિટના ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડી ચૂકેલા નેતાઓની વાત કરીએ તો તેઓ શરદ પવારના જૂથમાં જોડાય તેવી શક્યતા છે.

NCPના પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવાહને, NCP પિંપરી-ચિંચવડ વિદ્યાર્થી પાંખના વડા યશ સાને, ભૂતપૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહાયુતિમાં NCP માટે ભોસરી વિધાનસભા બેઠક મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં ગવાહણેએ રાજીનામું આપ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં, મહા વિકાસ આઘાડી (MVA) એ 48 માંથી 30 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને આંચકો આપ્યો હતો. અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને માત્ર એક જ બેઠક રાયગઢ મળી હતી જ્યારે શરદ પવારના જૂથને આઠ બેઠકો મળી હતી. અજિત પવાર કેમ્પના કેટલાક નેતાઓ શરદ પવાર કેમ્પમાં પાછા જવા આતુર છે તેવી ચર્ચા વચ્ચે રાજીનામા આવ્યા છે. તાજેતરમાં શરદ પવારે એવો પણ દાવો કર્યો હતો કે એનસીપીથી અલગ થયેલા કેટલાક ધારાસભ્યો પાર્ટીના વરિષ્ઠ નેતા જયંત પાટીલને મળ્યા હતા.

ભુજબળ પણ શરદ પવાર સાથે હાથ મિલાવે તેવી ચર્ચા
એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રના મંત્રી અને વરિષ્ઠ એનસીપી નેતા છગન ભૂજબલ અજિત પવારનો સાથ છોડી શકે છે. ગયા મહિને વિકાસ અઘાડીના ભાગીદાર શિવસેનાના એક સિનિયર નેતા ભૂજબલને મળ્યા હતા. સૂત્રોએ કહ્યું કે, ભુજબળ એ વાતથી નારાજ છે કે અજિત પવારે બારામતી લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સૂલેથી હાર્યા બાદ પણ તેમની પત્ની સુનેત્રાનું રાજ્યસભા માટે નામ નોમિનેટ કર્યું હતું.

Most Popular

To Top