તાપી: ડાંગ (Dang) સહિત સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે તાપી (Tapi) જિલ્લામાં ભારે વરસાદના નીચાણાવાળા વિસ્તારમાં પાણી ગયા હતા. ડોલવણ, વાલોડ (Valod), વ્યારા (Vyara), ઉચ્છલ, સાપુતારામાં (Saputara) ભારે વરસાદના કારણ નદી (River), નાળા છલકાય ગયા છે. ડોલવણમાં (Dolwan) સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાંથી પસાર થતા રાજ્યના બે ધોરીમાર્ગો પર પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા છે.
- ડોલવણના આંબાપાણી ગામેથી પસાર થતી પુર્ણા નદી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તોફાની બની
- કેળકુઈની શાળા પાસે પાણી ભરાતાં વિદ્યાર્થીઓને ફરી હાલાકી: ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી
- મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર કોષખાડી પુલ પર પાણી માં ગરકાવ થતા કલાકોથી વાહનવ્યવહાર ઠપ્પ
ડોલવણ તાલુકાનાં આંબાપાણી ગામેથી પસાર થતી પુર્ણા નદી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તોફાની બની હતી. શુક્રવારે ભારે વરસાદ બાદ શનિવારે પણ વ્યારામાં ફરી ૩ ઇંચ વરસાદ નોંધાતા કણજા ફાટકનાં અંડરબ્રિજમાં પાણી ભરાયું હતુ. જેનાં કારણે આ વિસ્તારમાંથી અવર જવર કરનારા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે વ્યારાનાં કેળકુઈની શાળા પાસે પાણી ભરાતાં વિદ્યાર્થીઓને ફરી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેળકુઈ ખાતે આવેલા નદી ફળિયાથી પારસી ફળિયા તરફ જતાં નાળા ઉપર થઈને પસાર થવા લોકો લાચાર બન્યા હતા.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગીમી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદી પડવાની સંભાવના છે. ત્યારે આજે ડાંગ જિલ્લામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ડોલવણ અને વ્યારામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ડોલવણમાં 10 જેટલા રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વ્યારામાં 9 અને વાલોડ, સોનગઢના બે બે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ગામોના જોડતા રસ્તાઓ પર નદી અને કોઝવેના પાણી ફરી વળતા પૂર જેવી સ્થિત સર્જાય છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદની ધમાકેદાર બેંટીગ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે ધરમપુર, વાંસદા, ચિખલી, કપરાડા, ખેરગામ, આહવા અને ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય સંખેલા, ઉચ્છલ, મુંદ્રા, પારડી, વાપી, તિલકવાડા, વલસાડ, ગરૂડેશ્વર, ડોલવણ તથા સોજિત્રા સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે આજ સવારથી 50 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં વઘઈ, દેડિયાપાડા, આહવા, ડોલવણ, સાગબારા, વાંસદા અને મુંદ્રામાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.