નવી દિલ્હી: કોરોનાનો કહેર ફરી એકવાર વધવા લાગ્યો છે. વિશ્વના અનેક દેશોમાં કેસોમાં સત વધારો થઇ રહ્યો છે ખાસ કરીને ચીનમાં કોરોનાને લઈને સ્થિતિ ગંભીર બની ગઈ છે. આ ઉપરાંત જાપાન અને અમેરિકા સુધી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. તેને લઈને હવે ભારતમાં પણ કેન્દ્ર સરકાર એલર્ટ થઇ ગઈ છે. કોરોનાને લઇને આજે પી.એમ મોદીએ સમીક્ષા બોલાવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાને લઈને એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી.
ભારતમાં BF.7 વેરીયન્ટનાં 4 કેસ
બેઠક બાદ અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા નથી, પરંતુ વેરિઅન્ટને ઓળખવા માટે સર્વેલન્સ અને ટ્રેકિંગ જરૂરી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે બેઠકમાં જણાવ્યું કે, અત્યાર સુધી માત્ર 27-28 ટકા લોકોએ જ કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લીધો છે. તેમણે કહ્યું કે ભીડવાળા વિસ્તારોમાં, ખાસ કરીને વૃદ્ધોએ માસ્ક પહેરવા જોઈએ જેથી ચેપથી બચી શકાય. ચીનમાં જે ચીનમાં કોરોનાના જે વેરિયન્ટથી ચેપ ફેલાયો એના 4 કેસ ભારતમાં નોંધાયા છે, જેમાંથી ત્રણ ગુજરાતમાં અને એક કેસ ઓડિશામાં નોંધાયો છે. ચીનમાં વિનાશ સર્જનાર પ્રકાર ભારતમાં પણ જોવા મળ્યો હતો Omicronનું BF.7 વેરિઅન્ટ ચીનમાં તબાહી મચાવી રહ્યું છે. તે અત્યાર સુધીનો સૌથી ચેપી પ્રકાર માનવામાં આવે છે. BF.7 ની પ્રજનન સંખ્યા 10 થી 18 ની વચ્ચે છે. એટલે કે, આ પ્રકારથી સંક્રમિત વ્યક્તિ 10 થી 18 લોકોને ચેપ લગાવી શકે છે.
વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે કોરોના
ચીનમાં કોરોનાના કારણે તબાહી મચી જવા પામી છે. કેસોમાં વધારા સાથે મોતનો આંક વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા બચી નથી. ચીનની સાથે સાથે અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પણ કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 5.37 લાખ કેસ નોંધાયા છે. એકલા જાપાનમાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.06 લાખ કેસ સામે આવ્યા છે. તે જ સમયે, કોરોનાને કારણે 296 લોકોના મોત થયા છે. અમેરિકામાં પણ 50 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. જ્યારે 323 લોકોએ જીવ ગુમાવ્યા છે.