SURAT

હીરાના વેપારીના કરોડોના હીરા તેના જ ગામનો દલાલ ચાઉં કરી ગયો, વરાછાના હીરાના વેપારીએ આ 5 ચીટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી

સુરત: (Surat) સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને વરાછાના (Varacha) મિનીબજારમાં (Minibazar) હીરાનો વેપાર કરતા મૂળ અમરેલીના (Amreli) લાઠી (Lathi) ગામના વતની હીરાના વેપારી (Diamond Trader) સાથે તેમના જ ગામના એક હીરાદલાલે (Diamond Broker) છેતરપિંડી (Cheating) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાતોમાં ભોળવીને હીરાના વેપારીના 4.66 કરોડના હીરા તે દલાલ અને તેના મળતિયાં વેપારીઓ ચાઉં કરી ગયાં છે. 5 ચીટરો વિરુદ્ધ વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(Surat) કતારગામ ખાતે ગૌરવપાર્ક સોસાયટીમાં રહેતા 38 વર્ષીય મહેશભાઈ શામજીભાઈ ધોળિયા મૂળ અમરેલી લાઠીના વતની છે. તેઓ વરાછા મીની બજારમાં ચેતનભાઈ સાથે ભાગીદારીમાં હીરાનો વેપાર કરે છે. રાજેશભાઈ મગનભાઈ મેતલિયા તેમના ગામના વતની હોવાની સાથે હીરા દલાલીનું કામ કરે છે. રાજેશભાઈ એક વર્ષ પહેલાં મહેશભાઈની ઓફિસે ગયા હતા. ત્યારે તેમની પાસે ઘણી સારી પાર્ટીઓ હોવાનો અને સમયસર પેમેન્ટ આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

થોડા દિવસ પછી રાજેશભાઈએ મહેશભાઈને મળીને તૈયાર હીરા હોય તો માર્કેટમાં તેની સારા વેપારીને જરૂર હોવાનું કહ્યું હતું. અને તેમને હીરા વેચવાથી સારી કિંમત મળશે તેવો ભરોસો આપતાં મહેશભાઈએ રાજેશને હીરા વેચવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં હીરા વેચાણનું પેમેન્ટ સમયસર આપતો હતો. ત્યારબાદ રાજેશના ઓળખીતા વેપારી નિશીત રાજુ શાહ, પુનિત મહેતા, મહેશ વસોયા તથા ક્રિપેન જોગાણીની મુલાકાત મહેશ સાથે કરાવી હતી.

એપ્રિલ-2021થી તેઓ રાજેશના માધ્યમથી તૈયાર હીરા લઈ જતા હતા. અને તેનું પેમેન્ટ શરૂઆતમાં સમયસર આપી જતા હતા. જેથી તેમની સાથે ધંધાનો ભરોસો વધતાં તમામને સમયાંતરે 4.66 કરોડના તૈયાર હીરાનો માલ આપ્યો હતો. પરંતુ તેમને સમયસર પેમેન્ટ નહીં આપતાં રાજેશભાઈનો સંપર્ક કરી ઉઘરાણી કરી હતી. બાદમાં વાયદા કરીને સમય પસાર કર્યો હતો. મહેશે તેમની ઓફિસે જઈને જોતાં ઓફિસ બંધ મળી હતી. મહેશભાઈએ આ અંગે ક્રાઈમ બ્રાંચ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ક્રાઈમ બ્રાંચે વધારે તપાસ હાથ ધરી છે.

કોને કેટલા રૂપિયાના તૈયાર હીરાનો માલ આપ્યો

રાજેશ મગન મેતલિયા 56.46 લાખના હીરા લઈ ગયા હતા. નિશીત શાહને કુલ 2.41 કરોડના હીરાનો માલ આપ્યો હતો. પુનિત મહેતાને 30.92 લાખનો માલ આપ્યો હતો. જેમાંથી 2.28 લાખ ચૂકવ્યા હતા અને 28.64 લાખ બાકી હતા. મહેશ વસોયાને 92.62 લાખનો માલ આપ્યો હતો. જેમાંથી મહેશે 15 લાખ જમા કરાવ્યા હતા અને 77.62 લાખ આપવાના બાકી હતા. જ્યારે ક્રિપેન જોગાણીને 62.03 લાખનો માલ આપ્યો હતો.

કોની કોની સામે ફરિયાદ

  • રાજેશ મગનભાઈ મેતલિયા
  • નિશીત રાજુભાઈ શાહ
  • પુનિત મહેતા
  • મહેશ વસોયા
  • ક્રિપેન જોગાણી

Most Popular

To Top