વડોદરા: બે વર્ષના માસૂમની બાજુમાં સુતી માંને મોત આપ્યું તે હત્યારા અજયે ત્રણેય બાળકોના એક એક આંસુનો િહસાબ આપવો પડશે. અજયને તેના ગુનાની સજા મળે તેવી અમારી આજીજી હોવાનું વ્યથિત હદયે સ્વીટીના પૂર્વ પતિએ પુત્રના ફેસબુક પેજ દ્વારા સોશિયલ મિડિયામાં તેજ ગતિએ અિભયાન ચલાવ્યું છે. ગુજરાતભરની પોલીસને દોઢ માસ સુધી ગોળ ગોળ ફેરવનાર સ્વીટીના હત્યારા પતિ પી.આઈ. અજય દેસાઈના દાનવ જેવા કૃત્યથી સ્વીટીની પૂર્વ પતિ બંને સંતાનો હચમચી ગયા છે.
પુત્ર રિધમે માતા ગૂમ થયાના પ્રથમ દિવસથી જ ફેસબુક પર જસ્ટિસ ફોર માય મોમ પેજ પર ગૂમ થયેલી માતા અંગે ચિંતા વ્યકત કરી હતી. જે અિભયાન અવિરત ચાલુ રહેતા આજે સ્વીટીના પૂર્વ પતિ હેતશ પંડયાએ પણ વલોેપાત ઠાલવ્યો હતો. ફેસબુક પર કરેલી પોસ્ટમાં જણાવ્યા મુજબ મારા પુત્રો રિધમ અને પ્રનિલ માટે અજય અંકલ તેમના હિરો હતા. અજય જે દેખાતો હતો એ તો હતો જ નહીં. જો કે સ્વીટીના ભાઈએ પણ એના વિશે કોઈ જાતની ફરિયાદ કરી નથી.
જે દિકરી સાથે 5-6 વર્ષથી રહહે અને માત્ર બેથી ત્રણ લોકોની હાજરીમાં લગ્ન કરે તે પણ કોર્ટમાં રજીસ્ટર નહીં તેનો મતલબ અને ઈરાદો પહેલાથી જ સ્વીટીને અપનાવવાનો સામાજીક દરજ્જો આપવાનો હતો જ નહીં બે વર્ષના બાળકની બાજુમાં સુતી માઁને મોત આપ્યું આવેશમાં આવીને કર્યું હોય કે ગુસ્સામાં થાય તો પણ પોતાની ભૂલ પર પ્રશ્ચાતાપ કરે. પોલીસમાં સામેથી હાજર થઈને કબુલાત કરે. પકડાઈ ગયા વગર લાશનો નિકાલ કેવીરીતે કરવામાં આવે તેનું આયોજન પણ બેથી ત્રણ મહિના પહેલા કરે આવી માનસિકતા ધરાવતા લોકો સમાજમાં ક્રિમિનલ કરતા પણ વધુ ખતરનાક હોય છે.
ત્રણ ત્રણ માસૂમ નિર્દોષ બાળકોની માતા અને પોતાની પ્રેમિકા અને પછી પત્ની બનાવીને પાંચ વર્ષ છળકપટ પ્રપંચ લીલા રચીને પોતાની હવસ સંતોષવા રાખ્યા બાદ માનવમાંથી દાનવ બનેલા પી.આઈ. અજય દેસાઈ તથા તેનો સાગરિત કિરિટસિંહ જાડેજા તા. 6 સુધી રિમાન્ડ પર છે. હાલ પોલીસ કસ્ટડીમાં અનેક સ્ફોટક હકિકત તપાસ અિધકારીઓએ બંને આરોપીઓ પાસેથી ઓકાવી લીધી છે. મૃતકના પૂર્વ પતિ, પુત્રો પરિવારજનોની એક માત્ર પ્રબળ જીજીવિષા એ જ છે કે, હત્યારા પી.આઈ.ને શકય તેટલા જલદી અને કડકથી કડક સજા થાય. જેથી સમાજમાં દાખલારૂપ આવા હિન અને ધૃણાસ્પદ બનાવ બનતા અટકે.
ઉલ્લેખનીય છે કે, સ્વીટી મર્ડર કેસમાં તપાસનો ફણગો કરજણ પોલીસ મથકથી ફુટયો હતો. જે પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તે પીઆઈ દેસાઈને બચાવવા માટે હેડ કોન્સ્ટેબલ અને પી.આઈ. મેહુલ પટેલે બેધડક કાયદો નેવે મૂકીને તરેહ તરેહની બહાનાબાજી બનાવીને હત્યા પર પડદો ઢાંકવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તપાસનો દોરીસંચાર ક્રાઈમ બ્રાંચને અપાતા જ આરોપી તથા બચાવવા મેદાને પડેલા તમામનો ભાંડો ફુટી ગયો હતો.