વડોદરા : વડોદરાની ટિમ રીવોલ્યુશન દ્વારા દૂધના ભાવ વધારાનો તથા મોંઘવારીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગોરવા વિસ્તારમાં લોકોને મફતમાં અમુલ ગોલ્ડની દૂધની થેલીઓ આપવામાં આવી હતી. જો કોઈ ભાજપના નેતાઓ સાથે ફોટો બતાવે તો તેઓને પાંચ થી દસ દૂધની થેલીઓ આપી મોંઘવારીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.લોકોએ પણ ભાજપના નારા લગાવી દૂધની થેલીઓ મેળવી હતી.
ટિમ રિવોલ્યુશન દ્વારા ત્રણ હજાર જેટલી અમુલ ગોલ્ડ દૂધની થેલીઓ લોકોને મફતમાં વહેંચીને દિવસે અને દિવસે વધી રહેલી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. ટીમ રિવોલ્યુશનના સંયોજક સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે જે રીતે દૂધનો ભાવ વધી રહ્યો છે.અન્ય રાજ્યો ભાજપના છે.ત્યાં દૂધ 20 રૂપિયા નું મળે છે અને અહીં ગુજરાતમાં 30 રૂપિયાનું મળે છે. ગુજરાત સાથે અન્યાય કેમ અને ગુજરાત સાથે જ આવી પરિસ્થિતિ કેમ છે. આના સંદર્ભમાં ગુજરાત પહેલેથી જ હાલના દેશના વડાપ્રધાન મોદીજી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે છે.તો ગુજરાતના લોકો જ્યારે પહેલા અંગ્રેજોના શાસનમાં તેમનાથી ડરતા હતા વિરોધ કરતા કરતા તેમ આજે ગુજરાતની જનતા ભાજપ સામે વિરોધ કરતા ડરી રહી છે. લોકોને મોંઘવારીમાં કફોડી હાલત થઈ ગઈ છે. કોરોના અને લોકડાઉન દરમિયાન લોકોની રોજગારી હતી નહીં અને તેમાં ઉપરથી મોંઘવારી નાખી દીધી છે. લોકોનું જીવન જીવવાનું અસ્તવ્યસ્ત થઈ ગયું છે.ત્યારે ટિમ રિવોલ્યુશને આ પહેલા પણ વિરોધ કર્યો હતો.પેટ્રોલ મફતમાં આપ્યું હતું. આજે દૂધ મફતમાં આપ્યું છે. 3000 અમુલ ગોલ્ડ મફતમાં આપ્યું છે.
ટીમ રિવોલ્યુશન દ્વારા જણાવવામાં આવ્યુંહ તું કે, દેશના વડાપ્રધાન સાથે તેમનો ફોટો હશે તો દસ થેલી , મુખ્યપ્રધાન સાથે હશે તો પાંચ થેલી, ધારાસભ્ય સાથે હશે તો ત્રણ થેલી, પૂર્વ કોર્પોરેટર અને હાલ કોર્પોરેટર સાથે હશે તો બે થેલી દૂધ મફતમાં આપવામાં આવીહતી. અને કશું જ નહી હોય તો તેવા લોકોને એક થેલી ફ્રી માં આપી હતી. સરકારે અમારી જે માંગ છે. એને માન્ય રાખવી જોઈએ.અમને એવું નથી કે પાર્ટી નો વિરોધ કરીએ. મોંઘવારી એટલી બધી છે કે ભાજપમાં નહીં, કોંગ્રેસમાં નહીં, અમે આમ આદમી પાર્ટીમાં નહીં. પરંતુ સામાન્ય જનતા છે અને સામાન્ય જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે.જેમાં મોટી સંખ્યામાં સફળ રહ્યા છે.
15 થી વધુ લોકો વડાપ્રધાન સાથે ફોટો બતાવનારા જે વ્યક્તિઓ હતા.તેમને 10-10 દૂધની થેલી મફતમાં આપી છે. ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે પણ લોકો આવ્યા હતા.જોકે કોર્પોરેટરોને એટલું બધું કોઈ પૂછતું નથી.એટલે એમની સાથે બહુ ફોટા હોતા નથી. ધારાસભ્ય બે-ચાર કાર્યક્રમમાં જાય તો તેમના ફોટા સાથે લોકો આવ્યા છે.પરંતુ મોટી સંખ્યામાં ભાજપના લોકો અહીં આવ્યા હતા. અને ખુશ છે કે અહીં હોશે હોશે આવી ને પોતાના ફોટા બતાવ્યા છે.સાથે એમને અમે કહ્યું છે કે આ તમે જેના ફોટા બતાવો છો તો આ દૂધના ભાવ વધારવામાં એમનો જ હાથ છે.
- પીએમ મોદી સાથે ત્રણ વાર સેલ્ફી પડાવનાર જીગ્નેશભાઈ નાયક 10 થેલી ગરીબોને દાન કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેનો ફોટો જીગ્નેશભાઈ નાઈક પણ ફ્રીમાં દૂધ લેવા આવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે હું નરેન્દ્ર મોદીજીને ત્રણ વખત મળેલો છું.બે વખત સીએમ હતા ત્યારે અને એક વખત વડાપ્રધાન હતા એમ કુલ ત્રણ વખત હું એમને મળ્યો છું. મોંઘવારી વધી ગઈ છે.અહીં મોંઘવારીનો વિરોધ થઈ રહ્યો છું.પણ આ લોકોએ અહીં સ્કીમ રાખી હતી કે જેનો વડા પ્રધાન સાથે ફોટો હશે તે બતાવશે તેને 10 દૂધની થેલી આપવામાં આવશે.માટે હું આવ્યો છું.આ દૂધની થેલીઓ હું મારા પોતાના માટે લેવા નથી આવ્યો.પરંતુ રોડ પર રહેતા ગરીબ બાળકોને પણ મોંઘવારી નડી છે.જેથી આ 10 દૂધની થેલીઓ હું તેમને દાન કરી દઈશ.