વડોદરા : રીસાયેલી પત્નીને સુરતથી વડોદરા આવેલા ડાયમંડના વેપારીના ત્રણ લાખ રોકડ ભરેલું પર્સ તસ્કરો તફડાવી ગયા હતા. સયાજીગંજ પોલીસ તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી. સુરતના વરાછા રોડ પર રહેતા જયેશ ભીમજીભાઈ કોષીયા તેમના બે ભાઈઓ સાથે હિરાનો વ્યવસાય કરે છે. થોડા સમયથી તેમની પત્ની સાથે ગૃહકલેશ સર્જાતા તેના પિયર શહેરા તાલુકાના સાલમપુરા ગામે ગઈ હતી. પત્નીને મનાવવા વેપારી સુરતથી નીકળ્યા હતા. તેમના મિત્રને ઉછીના આપેલા 3 લાખ રૂપિયાની રોકડ સાથે લઈને તેમના સાસરે ગયા હતા.
પત્નીએ છુટાછેડાની જીક પકડીને આવવાની ના પાડતા નિરાશ વેપારી વડોદરા પરત આવ્યા હતા. થાકીને એસટી ડેપો સામે ફૂટપાથ પર નિદ્રાધીન થઈ ગયા હતા. િસક્યુરિટી ગાર્ડે વેપારીને ઉઠાડ્યા હતા. ચોંકી ઊઠેલા વેપારીએ પેન્ટમાં મૂકી રાખેલા હિરાનું પેકેટ અકબંધ મળી આવતા બચી જવા પામ્યું હતું. વેપારીએ તુરંત સયાજીગંજ પોલીસ સ્ટેશને દોડીને હકીકત જણાવી હતી. પોલીસે ઘટનાસ્થળે ધસી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને પોલીસે તસ્કરોની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરા તાલુકાના સાલમપુરામાં પિયરમાં રહેતી પત્નીને મનાવવામાં નિષ્ફળ ગયેલા ડાયમંડના વેપારીએ દારૂનો નશો કર્યો હોવાનું પણ જાણવા મળતાં પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી.
એસટી ડેપોના સીસીટીવી ફૂટેજમાં 4 તસ્કરો કેદ, ટૂંક સમયમાં જ ગુનાનો ભેદ ઉકાલેશે?
અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂકેલા એસટી ડેપોના સીસીટી કમેરા ચેક કરતા જ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. નિંદ્રાધીન વેપારીને જોતા જ પસાર થતા 4 ઇસમોએ ખેલ પાર પાડ્યો હતો. રેકોર્ડીંમાં કેદ થઇ ગયેલા 4 તસ્કરોએ વેપારીની થેલી સેરવી લીધી હતી અને ત્રણ લાખ રોકડા તફડાવીને ધોળા દિવસ જાહેર માર્ગ પર રવાના થતા જોવા મળ્યા હતા. પોલીસે તસ્કોરોના તહેરા વર્ણન આધારે વ્યાપક શોધખોળ હાથ ધરી હતી.