ગળવારે ટ્યુનિશિયાના ( Tunisia) દરિયાકાંઠાના વિસ્તારની નજીક એક બોટ ( boat) પલટી જતા બોટ પર સવાર 93 લોકોમાંથી 39 આફ્રિકન લોકોના મોત થયા હતા. પાણીમાં ડૂબી ગયેલા લોકોને બચાવવા રાહત ટીમોએ પાણીની બહાર કાઢ્યા હતા.
ટ્યુનિશિયાના નેશનલ ગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું કે રાહત ટીમોએ દક્ષિણ ટ્યુનિશિયાના સફાક્સ શહેરની નજીકના જળાશયમાંથી લાશો બહાર કાઢી હતી. ટ્યુનિશિયાના સંરક્ષણ મંત્રાલયના નિવેદન મુજબ નજીકમાં બીજી ફેરી પણ આવી હતી અને બચાવ ટીમોએ બંને બોટમાંથી કુલ 165 પ્રવાસઓને બચાવ્યા હતા.
ટ્યુનિશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે મંગળવારે ટ્યુનિશિયાથી બે નૌકાઓ ભૂમધ્ય સમુદ્રથી પસાર થવાનો પ્રયાસ કરતી વખતે ઓછામાં ઓછા 39 લોકોનાં મોત નીપજ્યાં હતા ,
મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ઝેકરીએ જણાવ્યું હતું કે, કોસ્ટગાર્ડે ( coast guard) 165 અન્ય લોકોને બચાવ્યા હતા અને વધુ બચેલા લોકોની શોધ હજી પણ સ્ફેક્સના કાંઠે ચાલુ છે. તેઓએ ઉમેર્યું કે, મૃતક સ્થળાંતર કરનારા તમામ લોકો સહારન આફ્રિકાના હતા.
આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સંઘર્ષ અને ગરીબીથી ભાગી રહેલા લોકો અને યુરોપમાં વધુ સારું જીવન મેળવવા ઇચ્છતા લોકો માટે ટ્યુનિશિયન બંદર શહેર સ્ફેક્સ નજીકનો દરિયાકિનારો મુખ્ય પ્રસ્થાન સ્થળ બની ગયો છે.
વર્ષ 2019 માં પણ પડોશી લિબિયાથી યુરોપ જવા રવાના થયા પછી, જ્યારે તેમની બોટ ટ્યુનિશિયાના દરિયાકાંઠેથી પટકાઈ ત્યારે લગભગ 90 આફ્રિકન સ્થળાંતરીઓ ડૂબી ગયા હતા, જેમાં તુનિશિયાના સત્તાવાળાઓએ સામનો કરવો પડ્યો હતો.
2020 માં ઇટાલિયન કાંઠે ઉતરતા ટ્યુનિશીયાના સ્થળાંતરકારોની સંખ્યા પાંચગણી વધી 13,000 થઈ ગઈ હોવાનું માનવ અધિકાર જૂથે ટ્યુનિશિયામાં આર્થિક તંગી વધવા પાછળનું કારણ જણાવ્યું હતું.