Entertainment

‘36 ઘંટે’ એક એવી ફિલ્મ જે બનાવી તો રાજતિલકે પણ કહેવાઇ B.R. ચોપડાની!

તમે વિચારો તમે કામથી બહાર ગયા છો અને જ્યારે ઘરે પાછા આવો ત્યારે કેટલાંક ગુનેગાર તમારા ઘરમાં ઘૂસી ગયા છે. જેઓએ તમારા પરિવારને બંધક બનાવીને રાખ્યા છે. વાત વાતમાં જાનથી મારવાની ધમકી આપી રહ્યા હોય! આવી સ્થિતિમાં કોઈ પણ માણસ પોતાને અસહાય અનુભવે પણ પોતાના પરિવારને બચાવવા અને મુસિબતથી છૂટકારો મેળવવા તે પોતાની જાન જોખમમાં પણ મૂકી દેશે. આવી જ એક સ્ટોરી આધારિત કમાલની ક્રાઈમ થ્રિલર ફિલ્મ 1974માં આવી… 36 ઘંટે!
ઈન્ડિયન સિનેમાની હિસ્ટ્રીમાં કેટલીક ટોપ થ્રિલર ફિલ્મોની વાત કરીએ તો B.R. ચોપડાનું નામ પહેલા આવે. તેમણે 1960ની ‘કાનૂન’, 1966માં ‘હમરાજ’ 1969માં ‘ઈત્તેફાક’ 1973માં ‘ધૂંધ’ 1974માં આવી ‘36 ઘંટે’ વગેરે જેવી ફિલ્મો આપી છે.
તમને એમ થશે કે ‘36 ઘંટે’ ક્યારની B.R. ચોપડાની ફિલ્મ થઈ ગઈ? આ ફિલ્મના ડાયરેક્ટર તો રાજતિલક હતા. પરંતુ તેની પાછળની કહાની ખૂબ જ રોચક છે.
રાજતિલક B.R. ચોપડાના જમાઈ હતા. B.R. ચોપડાના ઘણા પ્રોજેક્ટમાં રાજતિલક જોડાયેલા હતા.
‘36 ઘંટે’ની સ્ટોરીને લઈ એવો દાવો કરવામાં આવે છે કે આ 1963માં પ્રકાશિત જેમ્સ દેડભી રોજની નવલકથા ‘વન બ્રાઈટ સમર મોર્નિંગ’ની કોપી છે.
પરંતુ આ દાવો આધારહીન છે. કેમકે નવલકથા અને ‘36 ઘંટે’ની સ્ટોરી અલગ છે. જો તમે પણ આ નવલકથા વાંચવા માગતા હોય તો ‘આખરી દાવ’ નામનથી હિન્દી અનુવાદવાળી બૂક મળી જશે.
ખરી વાત તો એ છે કે ‘36 ઘંટે’ ફિલ્મ 1955માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ ડિસ્પટ અવર્સ’ની કોપી છે. રાજતિલકની કાબેલિયત અને B.R. ચોપડાના રિલેશનને કારણે 36 ઘંટે ફિલ્મ તમને B.R. ચોપડાની ‘ઈત્તેફાક’ ફિલ્મ જેવી લાગશે. કેમ કે બંનેની સ્કિપ્ટ તૈયાર કરી હતી, B.R. ચોપડાના સ્ટોરી ડિપાર્ટમેન્ટને.
બંને ફિલ્મના સિનેમાટોગ્રાફર B.R. ચોપડાના ભાઈ ધર્મ ચોપડા જ હતા. એટલું જ નહીં ‘36 ઘંટે’ના પ્રોડકશન માટે પૈસા ‘B.R. ચોપડાએ જ આપ્યા હતા. અને તેની જ કંપનીએ 36 ઘંટે ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી અને ડિસ્ટ્રીબ્યૂટ પણ કરી.
જોકે અહીં એક વાત અલગ નજર આવે કે ફિલ્મ ઈત્તેફાકનું ડાયરેકશન કર્યુ B.R.ચોપડાના નાના ભાઈ યશ ચોપડાએ. યશ ચોપડા B.R. ચોપડાથી તે જ સમયે થોડા નારાજ હતા. આ જ કારણ હતું કે રાજતિલકને આ ‘36 ઘંટે’ ફિલ્મને ડાયરેક્શનનો મોકો મળ્યો.
કહેવાય છે કે રાજતિલક અને B.R. ચોપડા વચ્ચે પણ વિવાદ થયો. જેને પાછળથી બિઝનેસ પ્રોબ્લેમ બતાવાયો હતો. ત્યારબાદ રાજતિલકે B.R. ફિલ્મોથી પોતાનો રસ્તો અલગ કરી દીધો અને પોતાની ફિલ્મ કંપનીના બેનર હેઠળ બીજા નિર્માતાઓની મદદથી ફિલ્મો બનાવવા લાગ્યા.
સુનિલ દત્તે 1957માં નેગેટિવ રોલ કરવા તૈયાર થયા કેમ કે ત્યારે ન્યૂ કમર હતા. ફિલ્મોમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યારે આવા નેગેટિવ રોલ કરવા તેની મજબૂરી હોય!
પરંતુ 70ના દાયકામાં તો સુનિલ દત્તની શું મજબૂરી હતી જો આવા નેગેટિવ રોલ કરવા તૈયાર થયા? 1971માં સુનિલ દત્તના હોમ પ્રોડકશનની ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’થી લાખોનું નુકસાન થયું હતું. દેવું થયું તેવામાં સુનિલ દત્તે લોન ઉતારવા માટે દરેક એવી ફિલ્મોમાં કામ કર્યું જેમાં વધારે પૈસા મળે. જેથી તે પોતાની લોન ચૂકવી શકે.
‘36 ઘંટે’માં રાજકુમાર પણ કમાલ કામ કરી ગયા પરંતુ પહેલા આ ફિલ્મ માટે રાજકુમારે ના પાડી હતી. કેમ કે આ ફિલ્મમાં તે મજબૂર પિતાનો રોલ હતો અને ફિલ્મની સ્ટોરીના એન્ડમાં વિલનને પોલીસ મારે છે ન કે ઘરનો માલિક.
એટલે રાજકુમારે ફિલ્મની સ્ટોરીમાં ફેરબદલ કરવાની શરત મૂકી અને ઘણા સિનમાં વિલન સાથે લડાઈ કરે છે. ત્યાર પછી રાજતિલકે શશિ કપૂર, સંજીવ કુમારને લઈ 1977માં ‘મુક્તિ’ અને સંજીવકુમાર, રેખા અને વિનોદ મેહરાને લઈ. 1981માં ચહેરે પર ચહેરા જેવી ફિલ્મો બનાવી પણ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી.
‘36 ઘંટે’ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો અહીં ત્રણ મુખ્ય વિલન છે. જેમાં સુનિલ દત્ત, રણજીત અને ડેની જેવા દિગ્ગજ એક્ટરો હતા. સુનિલ દત્ત તો પોઝિટીવ રોલ માટે જ જાણીતા હતા. પણ ‘36 ઘંટે’ ફિલ્મમાં સુનિલ દત્તે નેગેટિવ રોલ અદા કર્યો.
જોકે આ પહેલી વાર ન હતું. તેઓ વિલનના રોલમાં જોવા મળ્યા. આ ફિલ્મ પહેલા 1957માં આવેલી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ અને 1974માં આવેલી ફિલ્મ ‘ગીતા મેરા નામ’ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોઈ શકાય છે.
‘મધર ઈન્ડિયા’ અને ‘ગીતા મેરા નામ’ બંને ફિલ્મોની વાત કરીએ તો 100% નેગેટિવ રોલ ન જ કહી શકાય. ક્યાંક ને ક્યાંક સુનિલ દત્તના કેરેકટરોમાં ઈન્સાનિયત જોઈ જ શકાય છે. એવું જ કોઈ રણજીતના રોલ વિશે કહી શકાય. અસલી વિલન તો ‘ડેની’ નજર આવે છે. ફિલ્મમાં તે વિલનગીરી કરતા જોવા મળે છે. ડેની આ ફિલ્મમાં એવી એક્ટિંગ કરે છે કે ફિલ્મોનો વિલન કેવો હોવો જોઇએ કોઇ પૂછે તો ‘36 ઘંટે’ ફિલ્મમાં ડેનીને જોઇ લેવો!•

Most Popular

To Top