Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 36 : અમદાવાદ મનપામાં સૌથી વધુ 8 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા માત્ર 36 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા સૌથી વધુ 8 અને સુરત મનપામાં 5 નવા કેસ નોંધાવા પામ્યા હતા. આ ઉપરાંત નર્મદાની રાજપીપળા, વડોદરા મનપામાં 4- 4, સુરત ગ્રામ્ય અને સુરેન્દ્રનગદરમાં 2-2 નવા કેસ નોધાયા હતા. શુક્રવારે રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યકિતનું મૃત્યુ થયું નથી.

આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 345 નોંધાઈ છે. તેવી જ રીતે 340 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 05 દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી તેઓને વેલ્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. બીજી તરફ શુક્રવારે 61 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,223 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા દર 98.74 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેવી જ રીતે 11 જિલ્લામાં માત્ર એક જ નવો કેસ નોધાયો છે.

વધુ 3,55,953 વ્યક્તિઓને રસી આપવામાં આવી
શુક્ર્વાર સાંજે 5 વાગ્યા સુધીમાં 18-45 વર્ષ સુધીના 1,87,827 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 8,630ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 65,429 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 79,431ને બીજો ડોઝ તેવી જ રીતે 331 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 14,305ને બીજો ડોઝ મળી કુલ 3,55,953 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,10,11,525 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે

Most Popular

To Top