અપને અફ઼્સાને કી શોહરત ઉસે મંઝૂર ન થી
ઉસ ને કિરદાર બદલ કર મેરા ક઼િસ્સા લિખ્ખા
- શીન કાફ઼ નિઝામ
તાની કહાણીની ખ્યાતિ તેને મંજૂર ન હતી, તેણે પાત્ર બદલીને મારો કિસ્સો લખ્યો. સર્જક કોઈ કહાણી લખે તો વાત પોતાની હોય કે બીજાની પરંતુ જે કોઈ પાત્રનું નિરૂપણ કરે તે પાત્ર કાલ્પનિક પણ હોય અને ક્યારેક આપણી આસપાસ જીવાતું પાત્ર પણ હોય. કોઈ વાર્તા લખાતી હોય ત્યારે તેના પાત્ર ભલે કાલ્પનિક હોય પરંતુ કાલ્પનિક ગણાતી વાર્તા ઘણી વખત સાચો કિસ્સો હોય. કોઈ કહાણી જાણીતી થાય ત્યારે તેની ચર્ચા થતી હોય છે. ઘણાં લોકો પોતાની કહાણીમાં પાત્રો બદલીને વાત કહેતા હોય છે. કેટલાંક લોકો પોતાની જિંદગીની વાત લોકોમાં ચર્ચાનો વિષય બને તેવું ઈચ્છતા ન હોય. ત્યારે એ સાચી કહાણીઓમાં પાત્રો બદલીને વાત કહેતા હોય છે. માણસનો સ્વભાવ હોય છે કે જે જિંદગી એ જીવતો હોય તેના કરતાં અલગ જ પોતાનું વ્યક્તિત્વ બતાવતો ફરતો હોય છે. કેટલીક વાર તેની કહાણીના પાત્ર બદલાઈ જતા હોય છે તો કેટલીક વાર તેના કિસ્સા બદલાઈ જતા હોય છે. માણસ તેના જીવનમાં ત્રણ નવલકથા જેટલું જીવતો હોય છે. જો એ લેખક હોય તો બીજા પાત્ર દ્વારા આ જીવનના ત્રણ પડાવ વિશે ઓછામાં ઓછી ત્રણ નવલકથા લખી શકે. ક્યાંક કિસ્સો બદલવો પડે તો ક્યાંક પાત્રો બદલવા પડે પરંતુ તે જીવ્યો હોય તે કથા લખી શકે. જો લેખક નહીં હોય તો લખે નહીં તો પણ તેની અનુભૂતિ કરી શકે. જીવનના ત્રણ પડાવ જેમાં બાળપણથી યુવાની સુધી, યુવાનીથી ઘડપણ સુધી અને ઘડપણથી મૃત્યુ સુધી એ જે જીવ્યો તે કોઈ નવલકથાથી કમ નથી. કેટલીક કહાણીઓ કાલ્પનિક હોય છે પરંતુ એ કાલ્પનિક કહાણીના પાત્ર કે કથા ક્યાંક ને ક્યાંક જીવાતી હોય છે. જે લખાય છે તે ક્યાંક ને ક્યાંક તો કિસ્સાના રૂપે કે પછી પાત્રના રૂપમાં જીવાતું હોય છે. એ વાત જ આવે છે વાર્તામાં કે નવલકથામાં. તમારી કહાણીને કોઈ યશ મળે કે ન મળે પરંતુ કિસ્સાઓ આ રીતે લખાતા રહેતા હોય છે. કેટલાંક પાત્ર જ એવાં હોય કે તેની કહાણી આપમેળે લખાતી હોય છે.
- હનીફ મહેરી
By
Posted on