ભારતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 3.32 લાખથી વધુ કેસો નોંધાતા કુલ કેસોનો આંકડો વધીને 1,62,63,695 થયો છે જ્યારે સક્રિય કેસો 24 લાખને પાર થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે 8 વાગે અપડેટ કરેલા આંકડા મુજબ 24 કલાકમાં વધુ 2263નાં મોત સાથે કોરોનાથી કુલ મરણાંક 1,86,920 થયો છે. નવા કેસોની સંખ્યા 3,32,730 છે. સક્રિય કેસો 24,28,616 થયા છે જે કુલ કેસના 14.93% છે જ્યારે રિકવરી રેટ ઘટીને 83.92% થયો છે.
સાજા થયેલાની સંખ્યા 1,36,48,159 થઈ છે દેશમાં કોરોનાના કુલ કેસો 7મી ઑગસ્ટે 20 લાખને પાર અને 19 ડિસેમ્બરે એક કરોડને પાર અને 19મી એપ્રિલે દોઢ કરોડને પાર થયા હતા.
આઇસીએમઆરના જણાવ્યા મુજબ 22મી સુધીમાં કુલ 27,44,45,653 સેમ્પલ્સ ટેસ્ટ્સ થયા હતા અને ગુરુવારે 17,40,550 ટેસ્ટ્સ થયા હતા. 2263 મોતમાં મહારાષ્ટ્રના 568, દિલ્હીના 306, ગુજરાતના 137 મોતનો સમાવેશ થાય છે.