Gujarat

કોરોનાને કારણે ગુજરાતમાં કરવેરાની આવકમાં 29641 કરોડની ઘટ

વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યની વિવિધ પ્રવૃતિઓ માટે કુલ રૂ.૨૧૭૨૮૭ કરોડનું અંદાજીત બજેટ જાહેર કરવામાં આવ્યુ હતું, જેની સામે વર્ષાના અંતે સંભવિત ખર્ચના આંકડાઓ વર્ષ ૨૦૨૧-૨૨ની બજેટમાં જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજીત ખર્ચની સામે વર્ષાંતે રૂ. ૨૦૫૦૨૬ કરોડનો સંભવિત ખર્ચ સૂચવવામાં આવ્યો છે. આમ વર્ષ ૨૦૨૦-૨૧ના અંતે નાણાકીય આવકોના ઘટાડાના કારણે લગભગ રૂ.૧૨૨૬૧ કરોડનું બજેટ ઓછું ખર્ચાશે તેવુ આંકડાઓ પરથી ફલિત થાય છે.

પાથેય બજેટ સેન્ટરના સૂત્રોએ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રીય બજેટ ડોક્યુમેન્ટસનું વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧માં કેન્દ્રીય કરવેરાના હિસ્સાની મળવાપાત્ર અંદાજીત રૂ. ૨૬૬૪૬.૪૬ કરોડની આવક સામે વર્ષાંતે સંભવિત રૂ.૧૮૬૮૯.૪૩ કરોડની રકમ મળશે આમ કેન્દ્રની કરવેરાની મળવા પાત્ર રકમમાં રૂ. ૭૯૫૭ કરોડનો ઘટાડો સૂચવવામાં આવ્યો છે. જ્યારે રાજ્યની પોતાના કરવેરાની આવકોમાં પણ વર્ષ ૨૦૨૦-૨૧માં અંદાજીત રૂ.૧૦૫૧૦૭ કરોડની રકમ સામે સંભવિત કરવેરાઓની આવક રૂ.૮૩૪૨૩.૮૯ કરોડ સૂચવવામાં આવી છે.

આમ રાજ્યના પોતાના કરવેરાની આવકમાં પણ રૂ. ૨૧૬૮૪ કરોડની રકમ ઓછી મેળવશે. આમ રાજ્યની કુલ કરવેરાની રૂ. ૨૯૬૪૧ કરોડની ઓછી થવાની સંભવના છે. આવક ઓછી થવાનું કારણ કોરોના અને એના કરાણે લાગુ કરાયું લોકડાઉન છે. જેનાથી આર્થિક પ્રવૃતિઓ પર બ્રેક લાગી હતી. જેના કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં વિવિધ વિભાગોની બજેટ જોગવાઇ સામે સંભવિત ખર્ચમાં ઘટાડો સૂચવવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૨૦-૨૧ માં વિભાગવાર કરવામાં આવેલા નાણાંકીય જોગવાઇઓ સામે વર્ષના અંતે સંભવિત ખર્ચના સુધારેલા આંકડાઓ પરથી તારણ કાઢવામાં આવ્યું છે કે રાજ્યના કુલ ૨૮ વિભાગોની અંદાજપત્રીય જોગાવાઇઓ પૈકી માત્ર ૮ વિભાગો અંદાજપત્રીય અંતર્ગત ફાળવેલી નાણાકીય જોગવાઈ કરતાં વધારે ખર્ચ કરશે અને ૨૦ વિભાગો વર્ષના અંતે ફાળવામાં આવેલી નાણાકીય જોગવાઇઓ કરતા ઓછો ખર્ચ નોંધાશે.

વધારે ખર્ચ સૂચવવામાં આવ્યો છે તે વિભાગો
વધારે ખર્ચ સૂચવવામાં આવ્યો છે, તેમાં મુખ્યત્વે, શિક્ષણ વિભાગ માટે રૂ.૧૦૪.૭૪ કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ રૂ.૧૦૩.૫૪ કરોડ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ રૂ.૧૯૬.૧૪ કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રૂ. ૧૦૧.૨૮ કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ રૂ.૧૦૧.૩૦ કરોડ, મહેસૂલ વિભાગ રૂ.૧૩૩.૧૦ કરોડ, માર્ગ અને મકાન વિભાગ રૂ. ૧૦૭.૨૫ કરોડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ રૂ. ૧૩૮.૩૮ કરોડની જોગવાઈને સમાવેશ થાય છે.

ઓછો ખર્ચ નોંધાશે તે વિભાગો
ઓછો ખર્ચ નોંધાશે તેમાં નાણા વિભાગમાં રૂ. ૯૦૨૫ કરોડની જોગવાઇ સામે ઓછો ખર્ચ નોંધાશે. ઉપરાંત નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની રૂ. ૩૧૬૫ કરોડ, કૃષિ અને સહકાર અને ખેડૂત કલ્યણ વિભાગ તેમની પ્રવૃતિઓના અંદાજીત બજેટ રૂ. ૬૭૨૨ કરોડ સામે રૂ.૬૧૩૭ કરોડનો ખર્ચ નોંધાશે અને વર્ષના અંતે રૂ.૫૮૫ કરોડની બજેટ રકમ ઓછી ખર્ચ કરશે.

ગૃહ વિભાગ રૂ. ૬૯૮ કરોડ, માહિતી અને પ્રસાણ વિભાગ રૂ. ૨ કરોડ, કાયદા વિભાગ રૂ.૧૨૫ કરોડ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ રૂ. ૬૭૭ કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ૨ કરોડનો ઓછો સંપૂર્ણ ખર્ચ કરશે. સમાજ કલ્યાણ વિભાગ સંભવિત રૂ.૮૪ કરોડ, અનૂસૂચિત પેટા જાતિ વિકાસ રૂ. ૫૩૪ કરોડ, શ્રમ અને રોજગાર વિભાગ રૂ.૨૪૪ કરોડ, આદિજાતિ વિકાસ વિભાગ સંભવિત રૂ.૧૫૩૮ કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ રૂ. ૨૧૯ કરોડ જ્યારે ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગનો રૂ. ૩૪૫ કરોડનો, નાણા વિભાગ દ્વારા સંભવિત રૂ. ૯૦૨૫ કરોડનો, સામાન્ય વહીવટ વિભાગનો રૂ.૪૪૫ કરોડ અને વન અને પર્યાવરણ વિભાગનો સંભવિત રૂ. ૩૫૨ કરોડનો ઓછો ખર્ચ નોંધાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top