વડોદરા, તા.25
વડોદરા જિલ્લા આર.ટી.ઓ. વિભાગને એક માત્ર 11 મહિનામાં અધધ કહી શકાય તેટલી 32,734 લાખ ઉપરાંતની કમાણી થઇ છે. 1 જાન્યુઆરી થી લઈને નવેમ્બર મહિનાના અંત સુધીમાં જિલ્લામાં 2 કરોડ ઉપરાંતના નવા વાહનોની ખરીદી થઇ છે જેમાં 1.62 કરોડ દ્વિચક્રી વાહનોનો સમાવેશ થાય છે.
જિલ્લાનો જેમ જેમ વ્યાપ વધી રહ્યો છે અને વસ્તી વધી રહી છે તેમ તેમ જિલ્લામાં વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. અગાઉના સમયમાં ઘર દીઠ એક વાહન હતું જયારે હવે વ્યક્તિદીઠ વાહનો જોવા મળી રહ્યા છે. વડોદરા જિલ્લા આર.ટી.ઓ વિભાગ દ્વારા 11 મહિનામાં 32,734 લાખની આવક કરવામાં આવી છે. આર.ટી.ઓ. વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે 1 જાન્યુઆરી 2023 થી નવેમ્બર 2023 સુધીમાં જિલ્લામાં 2,28,17,127 નવા વાહનો રજીસ્ટ્રેશન માટે આવ્યા હતા. જેમાં દ્વિચક્રી વાહનોની સંખ્યા સૌથી વધારે હતી. જિલ્લામાં 1,62,33,776 દ્વિચક્રી વાહનો .રજીસ્ટર થયા હતા. તો આ વર્ષે જિલ્લાવાસીઓએ કારની ખરીદીમાં પણ ભારે ઉત્સાહ બતાવ્યો છે. જિલ્લાવાસીઓએ આ વર્ષે 42,14,564 જેટલી ફોર વ્હીલની ખરીદી કરી તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આર.ટી.ઓ. વિભાગમાં દરેક વાહનોના રજીસ્ટ્રેશન માટે અલગ અલગ ફી નિયત કરવામાં આવી છે આ ઉપરાંત રી રજિસ્ટ્રેશન માટેની પણ ફી નિયત કરવામાં આવી છે. જેમાં આર.ટી.ઓ. વિભાગની કમાણી કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા વિભાગીય કચેરી દ્વારા માત્ર 11 મહિનામાં અધધ કહી શકાય તેટલી રૂ. 32,734 લાખ કમાણી કરવામાં આવી હોવાનું આર.ટી.ઓ. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વડોદરા આર.ટી.ઓ વિભાગની 11 મહિનામાં 32,734 લાખની આવક
By
Posted on