SURAT

સુરતમાંથી 300 કિલો ગૌ માંસ પકડાતા ચકચાર, 5 આરોપીઓની ધરપકડ

સુરત: ગૌ માંસના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગાયની કત્લ કરી તેના માંસનું ખરીદ-વેચાણ થતું રહે છે. કસાઈઓ દ્વારા ગૌ માંસની હેરફેર કરવામાં આવે છે. ગૌ રક્ષકો દ્વારા આવા તત્વોને પકડવામાં આવે છે. જોકે, તાજેતરમાં સુરતના ઉન ખાડી કિનારે 300 કિલો ગૌ માંસ મળતા ચકચાર મચી ગઈ હતી.

  • ઉન ખાડી કિનારેથી ગૌ માંસ મળ્યું, પોલીસે 5 આરોપીની ધરપકડ કરી
  • પોલીસે પતરાંના શેડમાં બાંધેલી 3 ગાય, 2 ભેંસ, 4 નાના પાડાને મુક્ત કરાવાયા

પ્રતિબંધિત હોવા છતાં રાજ્યમાં અનેકોવાર ગૌમાંસનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ઉન ખાડી કિનારેથી 300 કિલો ગૌમાંસ મળતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાદ ભેસ્તાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી.

ગૌમાંસ ઝડપાયા બાદની તપાસમાં પતરાના શેડમાં બાંધેલી 3 ગાય, 2 ભેંસ, 4 નાના પાડાને મુક્ત કરાવાયા હતાં. સાથે 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉન વિસ્તારના ગુલઝાર વીલા પાછળ રેડ કરવામાં આવી હતી. જ્યાં તબેલાની આડમાં ગૌ તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે પાંચ આરોપીઓમાં ઝુબેર રહીમુદ્દીન શેખ, રાજુ બુધીયા રાઠોડ, અને ઈમરાન ઈસ્માઈલ કુરેશીની ધરપકડ કરી હતી. મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ,સમીર નુરખાનની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નઈમ સલીમ કુરેશી વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપી ઝુબેર કતલખાનાની દેખ રેખ અને મજૂરી કામ કરતો હતો. ભેસ્તાન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top