National

30 રૂપિયા? પ્લેટફોર્મ ટીકીટના દર યોગ્ય છે?

રેલવેમંત્રીના શહેરમાં જ પ્લેટફોર્મ ટીકીટના વધુ દર! ઘટાડીને રૂા. 30 થયા પણ 30 રૂા. પણ વધુ નથી લાગતા? શું પ્લેટફોર્મ પર સ્વજનોને મુકવા આવનાર વ્યકિત રેલવેમાં મુસાફરી કરી લેશે એવો ડર સતાવતો હશે રેલવે તંત્રને? કે પછી સ્વજનોને પ્લેટફોર્મ પર મુકવા જઇ જ નહીં શકે, એવી માનસિકતા રેલવે તંત્રની હશે? પહેલા તો આટલા દર તા જ નહીં! તો હવે કેમ? અને આ ભાવ વધારો શા માટે એની સ્પષ્ટતા પ્રજા સમક્ષ રેલવે તંત્રએ અવશ્ય કરવી જ રહી. રેલવે તંત્રએ આ બાબત વિચારવું જ રહ્યું. પ્રજા લૂંટાય તો નહીં! દેશના દરેક રેલવે પ્લેટફોર્મ ટિકીટના દર સમાન જ હોવા જોઇએ. શું રેલવે સરકારની અને રેલવે પ્લેટફોર્મ ખાનગી પેઢીના છે? રાંદેર રોડ- સુરેન્દ્ર સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top