શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની હતી. અહીં સુમન વંદન પી-2 સોસાયટીમાં સોમવારે તા. 8 ઓગસ્ટના રોજ એક અકસ્માત થયો હતો. ત્રણ વર્ષની બાળક સ્કૂલ વાનની નીચે આવી ગઈ હતી. વાનના બંને ટાયર બાળકીના શરીર પરથી પસાર થયા હતા.
- જહાંગીરપુરામાં સુમન વંદના P2 બિલ્ડીંગ નીચે બની ઘટના
- બાળકીને સ્કૂલ વેન ચાલકે કચડી. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
- સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા વાયરલ, સદનસીબે આ ઘટનામાં બાળકીને કોઈ મોટી ઇજા પહોંચી નહીં
છતાં ચમત્કારિક રીતે બાળકીનો જીવ બચી ગયો હતો. તેને સામાન્ય ઈજા થઈ હતી. તેથી માતા-પિતા, વાન ચાલક અને સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે બાળકી વાન નીચે આવી ગઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગઈ તા. 8 સપ્ટેમ્બરને સોમવારે બની હતી. સ્કૂલ જવાના સમયે સોસાયટીમાં સ્કૂલ વાનની અવરજવર થઈ રહી હતી. એક બાળકને બેસાડી સ્કૂલ વાન આગળ વધી જ હતી ત્યાં અચાનક વાનની આગળ એક બાળકી દોડતી આવી ગઈ હતી.
ડ્રાઈવર કંઈ સમજે કે બ્રેક મારે તે પહેલાં બાળકી સ્કૂલ વાન નીચે આવી ગઈ હતી. વાનચાલકનું ધ્યાન બાળકી પર ન પડતાં તેણે વાન આગળ ચલાવી હતી અને બાળકી પર વાનનાં બન્ને પૈડાં ફરી વળ્યાં હતાં. આ ભયાનક દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જોકે, કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર વાનનાં પૈડાં બાળકીના શરીર પરથી ફરી વળ્યાં છતાં તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.
વીડિયોમાં દેખાય છે કે બે સ્કૂલવાન બિલ્ડિંગની વચ્ચે ઊભી છે. એક મહિલા પોતાના બાળકને સ્કૂલવાનમાં બેસાડી રહી છે. એ દરમિયાન બિલ્ડિંગમાંથી આ ત્રણ વર્ષની બાળકી બહાર નીકળે છે અને અચાનક એક સ્કૂલવાન આગળ વધે છે, જેનાં ટાયર નીચે તે આવી જાય છે.
આ ઘટના જોઈને ત્યાં હાજર બધા લોકો દોડી આવે છે. બીજી સ્કૂલ વાનનો ડ્રાઇવર પણ બાળકી પાસે દોડી આવે છે અને તેને વાન નીચેથી બહાર કાઢે છે. આ દરમિયાન બાળકીની માતા પણ ત્યાં પહોંચી જાય છે. બાળકીના પગમાં ઈજા થઈ છે, જોકે તેનો ચમત્કારિક બચાવ થયો છે.