Vadodara

3 ધાર્મિક સ્થળ પર પાલિકાનું બુલડોઝર ફર્યું

વડોદરા: વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયા દ્વારા શહેરમાં ગેરકાયદે ઉભા કરેલા દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરમાં દબાણ દુર કરવાની ઝુબેશ હાલ પુર જોશમાં ચાલી રહી છે. શહેરમાં જે ગેરકાયદેસર રીતે ઉભા કરેલા કાચા પાકા મકાનો, લારી ગલ્લાના દબાણો, કાચા પાકા શેડો સહિતના દબાણો દુર કરવાની ઝુબેશ હાલ વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. બુધવારે
પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તાંદલજા ખાતે આવેલ સહકાર નગરમાં જે પાલિકાની જગ્યા આવેલી છે તેની પર ગેરકાયદેસર રીતે ઉભી કરેલી મઝાર છે તે તોડી પાડવામાં આવી છે.

ત્યારે લોક ટોળા પણ એકઠા થયા હતા. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો હતો. ઘટના સ્થળે મેયર સહિતના ઉચ્ચઅધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શહેરના સોમતળાવ અને એમ.એસ.યુનીવર્સીટીના ગેટ પાસેથી નાની મઝાર ઉભી કરવામાં આવી હતી તે પણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દુર કરવામાં આવ્યાં હતા.

આજે વહેલી સવારથી જ પાલિકા દ્વારા શહેરમાંથી ગેરકાયદેર રીતે ઉભા થયેલા દબાણો દુર કરવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાના વિકાસમાં અવરોધ રૂપ બનતા ગેરકાયદેસર રીતે ઉભા કરેલા દબાણો દુર કરતા પાલિકાના પદાધિકારીઓની પ્રશસા મળી રહી છે. ત્યારે આજ રોજ વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમને ફરિયાદ મળી હતી કે સોમ તળાવ વિસ્તારમાં બીએસયુપી ના મકાનોની વચ્ચે શેડ બાંધીને બનાવાયેલું ગેરકાયદેસર રીતે ઉભું કરેલું દબાણ સ્થાનિકો દ્વારા સ્વેચ્છાએ હટાવી લેવામાં આવ્યું હતું. આ જે ગેરકાયદેસર રીતે ઉભા કરેલા દબાણમાં કેટલાક લોકો આ શેડની નીચે દુઆ ગુજારતા હતા.

આ અંગેની ફરિયાદ પાલિકા તંત્રને મળતા પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ઉભા કરેલા દબાણ કર્તાઓને ચીમકી આપવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી દબાણ દુર કરવા જણાવ્યું હતું જેને પરિણામે મોડી રાત્રે જ ત્યાના સ્થાનિકો દ્વારા જાતે જ દબાણ દુર કર્યું હતું.જયારે બીજા બનાવમાં પાલિકાની દબાણ શાખા દ્વારા એમ.એસ.યુનીવર્સીટીના ગેટ પાસે આવેલ પેટ્રોલપંપ નજીક કેટલાક ઈસમો દ્વારા પાર્કિગની જગ્યા પર એક મઝાર બનાવામાં આવી હતી .

અને તેની પર લોકો ચાદર ચઢાવીને પૂજા પણ કરતા હતા ત્યારે તે જગ્યા પર પણ પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર રીતે ઉભી કરેલી મઝારનું દબાણ પણ દુર કર્યું હતું અને પાર્કિંગ માટેની જગ્યા પણ ખુલ્લી કરવામાં આવી હતી. જે ગેરકાયદેસર રીતે પાર્કિંગની જગ્યા પર જે મઝાર ઉભી કરવામાં આવી હતી જેની વારવાર ફરિયાદો પાલિકાાને મળતી હતી જેને લઈને આજ રોજ વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં દબાણ દુર કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સયાજીગંજ પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.

શહેરમાં એક પછી એક પાલિકા દ્વારા સતત દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે તાંદલજા વિસ્તારમાં આવેલ સહકાર નગરમાં સરકારી જમીન છે જેમાં આવાસોના મકાનો બનાવવા માટે મજુરી મળી હતી જેના પગલે સરકારી જમીનમાં પાકું ધાર્મિક સ્થાન મદાર બેડાપાર બનાવવામાં આવ્યું હતું જે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દુર કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક સ્થાન સરકારી જગ્યા પર નડતરરૂપ હોવાથી કાયર્વાહી કરવામાં આવી હતી.

આ સરકારી જગ્યા પર આશરે ૧૪૦૦ જેટલા આવાસો તૈયાર કરવામાં આવવાના હોવાથી સરકારી જગ્યાની મધ્યમાં આવેલ વિશાળ ધાર્મિક દબાણ દુર કરવામાં આવ્યું છે. જયારે સહકાર નગરમાં જયારે આવાસો બનાવવા માં આવનાર હોય ત્યારે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દુર કરતી વેળાએ વિસ્તારનાં સ્થાનિક લોકોના ટોળા એક્ત્રત થયા હતા. જેથી ઘટના સ્થળે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ ચાપતો પોલીસ બંદોબસત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે દબાણો દુર કરતી વખતે વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા સહિતના પદાધિકારીઓ, પોલીસ બંદોબસ્ત, જી.ઈ.બી. અને એમ્બુલન્સ ખડેપગે હાજર રાખવામાં આવી હતી.

Most Popular

To Top