પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ(West Bangla)માં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના નેતા(Leader) સહિત 3 લોકોની હત્યા(Murder) કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બની છે. અજાણ્યા લોકોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ ઝંતુ હલદર અને પંચુ શિકારી પર ગોળીબાર કર્યો હતો. જેથી ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કેનિંગ જીલ્લામાં ટીએમસી નેતા સ્વપન માઝી પોતાના બે સાથીઓ સાથે બાઈક પર ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે હુમલાખોરોએ બાઇક રોકીને ત્રણેય પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ભાગી ગયા હતા. જેથી ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને સ્થળ પરથી ખાલી ગોળીઓ અને બોમ્બ મળી આવ્યા છે.
ત્રણેય નેતાઓનું માથું કાપી નાખવાની હતી યોજના, સ્થાનિકોનો ઘટસ્ફોટ
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, બદમાશોએ સ્વપન અને તેના બે સાથીઓનું માથું કાપી નાખવાની યોજના બનાવી હતી. પરંતુ બુલેટ અને બોમ્બના અવાજથી વિસ્તારના રહેવાસીઓ બહાર આવી જતાં બદમાશો ભાગી ગયા હતા. કેનિંગમાં ગોપાલપુર ગ્રામ પંચાયતના તૃણમૂલ સભ્ય સ્વપન માઝી 21 જુલાઈના રોજ સવારે 9 વાગ્યે એક તૈયારીની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ઝંતુ અને પંચુ તેની સાથે હતા. બદમાશોએ 3 લોકોના રસ્તાને ઘેરી લીધા હતા અને તેઓની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
સ્વપનને મારી નાખવાની મળી હતી ધમકી
કેનિંગ પશ્ચિમના ધારાસભ્ય પરેશરામ દાસ ઘટનાસ્થળે હાજર હતા. ધારાસભ્ય પરેશ રામ દાસે કહ્યું, ‘મંગળવારે રાત્રે માઝી મારી પાસે આવ્યો અને કહ્યું કે મારી હત્યા થઈ શકે છે. મેં તેને ગુરુવારે બપોરે આવવાનું કહ્યું જેથી હું પોલીસ સાથે વાત કરી શકું અને કેટલીક સુરક્ષા વ્યવસ્થા કરી શકાય. ઘટનાના પગલે કેનિંગ પોલીસ સ્ટેશનનો મોટો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
ભાજપ બંગાળની છબી બગાડવા માંગે છે: TMC
એક તરફ ટીએમસીએ આ ઘટના માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે, જ્યારે બીજેપીનું કહેવું છે કે આ તેના આંતરિક ઝઘડાનું પરિણામ છે.ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું, “અમે આ મામલે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ટીએમસી પર હુમલો છે. ભાજપ અમારી પાર્ટીને નબળી પાડવા માંગે છે અને રાજ્યની છબી ખરાબ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. તેઓ હિંસાનો આશરો લે છે અને પછી ફરિયાદ કરે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે. આ અંગે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે, એક બાળક પણ ટીએમસીની આ થિયરી પર વિશ્વાસ નહીં કરે.