ગાંધીનગર : ગુજરાતના 128 માછીમારો હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ હોવાનું વિધાનસભામાં સરકારએ પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે.
વિધાનસભામાં મત્સ્યોદ્યોગ સરકાર દ્વારા માહિતી આપી હતી કે, 20મી જાન્યુઆરી 2026ની સ્થિતિએ 21મી જાન્યારી 2024 થી 20મી જાન્યુઆરી 2025 દરમિયાન 2 માછીમારોના મૃત્યુ થયા હતા, જ્યારે તા. 21મી જાન્યુઆરી થી 20મી જાન્યુઆરી 2026 દરમિયાન 1 માછીમારનું મૃત્યુ થયું હતું. આમ છેલ્લા બે વર્ષમાં કુલ 3 માછીમારોના મૃત્યુ થયા છે.
માછીમારોની મુક્તિ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સમયાંતરે પત્રવ્યવહાર કર્યો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું, જેથી બંધક બનેલા માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા પ્રયત્ન થઈ રહ્યા છે.
પાકિસ્તાનની સમુદ્રી સીમા નજીક માછીમારી કરતી વખતે ગેરસમજ અથવા સીમા ભંગના કારણે માછીમારો ઝડપાઈ જતાં હોય છે.