વડોદરા : વડોદરા શહેર નજીક ડભોઇ રોડ ઉપર આવેલ નવાપુરા રેલવે ફાટક પાસે વરસાદી પાણીથી ભરાયેલા ખાબોચિયામાંથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા ત્રણ ફૂટના બેબી મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વડોદરા શહેર અને જીલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે.પરંતુ રહેણાક વિસ્તારોમાં મગરો આવી જવાની ઘટનાઓ યથાવત રહેવા પામી છે.ગત રાત્રિએ શહેર નજીક આવેલ કેલનપુર ગામ પહેલા નવાપુરા રેલવે ફાટક પાસેથી ત્રણ ફૂટના મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.શહેર નજીક આવેલ કેલનપુર ગામ પહેલા નવાપુરા ગામ આવેલું છે. જ્યાં રેલવે ફાટક પાસે વરસાદી પાણીનો ભરાવો થતાં ખાબોચિયું બન્યું છે.આ ખાબોચિયામાં મગર દેખા દેતા રેલવે સ્ટેશન માસ્તર દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને આ બાબતે જાણ કરતા સંસ્થાના કાર્યકર્તાઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા.જ્યાં તપાસ કરતા ખાબોચિયામાં ત્રણ ફૂટનો મગર નજરે પડ્યો હતો.
કેલનપુર નવાપુરા ફાટક પાસે 3 ફૂટના મગરનો રેસ્ક્યુ કરાયો
By
Posted on