વડોદરા : ગુના આચર્યા બાદ નાસતા ફરતા આરોપીઓ લોકલ પોલીસ ના સકંજામાં ભાગ્યે જ આવે છે. ડીસીબી કે પીસીબી ની જ નજરે જ ચડી જતાં દબોચી ને લોકલ પોલીસ ને સોંપે છે. ત્રણ માસ પૂર્વે પાણીગેટ બાવચાવાડ મા પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની 16 બોટલ અને 192 ટેટ્રાપેક સહીત 27465 રૂપિયાના મુદ્દામાલ સાથે બુટલેગર ભાઈ બહેનને ઝડપી પાડયા હતા.
ગુનાની તપાસ વાડી પોલીસ ને સોંપાતા તેમણે જથ્થા અંગે પૂછ પરછ માં કબૂલાત કરતા જણાવ્યુ હતુ કે રવી ઉર્ફે જાદુ ઉર્ફે કાલિયો સુભાષભાઈ માછીએ (રહે: મહાદેવ ચોક,કિશનવાડી) આપ્યો હતો. પોલીસ ની ધોસ વધતા જ રવી પોલિસને હાથ તાળી આપીને નાસતો ફરતો હતો. આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમી આધારે વારસિયામા આવેલ પારસ સોસાયટી પાસે થી રવિ ઉર્ફે જાદું ને ઝડપી પાડયો હતો ગંભીર ગુના આચરતા આરોપી રવિ ભૂતકાળમાં હત્યાનો પ્રયાસ, મારામારી દારુની હેરફેર,જુગાર સહિતના આઠ ગુનામાં સંડોવાયેલો છે. અને પાસાની સજા પણ કાપી ચુક્યો છે.
જ્યારે બીજો આરોપી આજવા રોડ નજીક આવેલ દીનદયાલ ઓડિટોરિયમ પાસે થી પકડી પડયો હતો. આજવા રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી નગરમાં રહેતા હરીશ ઉફેઁ ગોપાલ શાંતિલાલ પટેલ ના ઘર પર બપોર પોલીસે દરોડો પાડીને દારૂના 144 ટેટ્રા પેક પકડી પાડ્યા હતા.14,400 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયેલ હરીશને દારુ આપનાર કમલ ઉફેઁ કમુ બંસીલાલ તોલાનીનુ (રહે: હેમદીપ રેસીડેન્સી, સયાજી ટાઉન શિપ પાસે, આજવા રોડ) નામ ખુલતા જ ફરાર થઇ ગયો હતો. તેને પણ ક્રાઈમ બ્રાન્ચે જ ઝડપી પાડયો હતો.2016થી ગુનાખોરીના રવાડે ચડેલા કમલ વિરૂદ્ધ બાપોદ,હરણી, માંજલપુર, ઉપરાંત વાઘોડિયા,ડભોઇ સહિતના પોલીસ મથકમા 16 ગુના નોંધાયા છે. હિસ્ટ્રીશીટર કમલ બે વખત પાસા ની સજા પણ કાપી ચુક્યો છે. એક માસ પુર્વે જ કમલ દારૂના ગુનામાં જામીન પર છૂટીને દારૂની જ હેરાફેરી કરતો હતો.
લાંબા સમય થી દારુ નો વેપલો કરતો ભરત રાઠોડ પ્રથમ વખત ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે પીઆઇ વી બી આલ તથા તેમના સ્ટાફે સયાજીપુરા પાસે આવેલ પાંજરાપોળ નજીકના દુર્વા હાઇટ્સ ફ્લેટમાં છાપો માર્યો હતો. ફલેટ નંબર બી/૨૦૫મા પોલીસે ઘનિષ્ઠ શોધખોળ કરતા ફ્લૅટમાં છુપાવેલા વિવિઘ બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલૉ તથા બીયરના 71 ટીન સહીત 21 હજારનો જથ્થો મળી આવ્યો હતો. ફ્લેટમાં હાજર ભરત રમણભાઈ રાઠોડની ધરપકડ કરીને પોલીસે ઊંડી પુછતાછ હાથ ધરી હતી. અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે બાપોદ પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.