SURAT

કોરોના અને મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ બંધ થતાં સુરતની આંગડિયા પેઢીઓ આજથી 2 મે સુધી બંધ

સુરતમાં કોરોનાની વકરતી સ્થિતિ અને મુંબઇમાં કોરોના સંક્રમણના કેસો વધી જતા ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો બંધ કરી દેવામાં આવતા સુરતથી હીરાના પાર્સલની ડિલિવરી અટકી છે.

તેને લઇને આંગડિયા પેઢીઓનું કામકાજ ઓછુ થતા આજે ઓલ ઇન્ડિયા આંગડિયા એસોસિયેશન-સુરતની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકને અંતે કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આંગડિયા પેઢીઓને 23 એપ્રિલથી 2મે સુધી સ્વૈચ્છિક બ્રાંચો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

પટેલ અમૃતલાલ માધવલાલ, પટેલ સોમાભાઇ મગનલાલ,પટેલ અંબાલાલ હરગોવનદાસ,ગુજરાત આંગડિયા,પટેલ નટવરલાલ ચીનુભાઇ અને પી. વિજય આંગડિયા સહિતના અગ્રણી પેઢીઓના આગેવાનોએ બજારની વર્તમાન સ્થિતિ અને કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક બંધ પાળવા અપીલ કરી છે.

સુત્રોના જણાવ્યા મુજબ અન્ય વેપારના કર્મચારીઓની જેમ આંગડિયા પેઢીઓના કર્મચારીઓ અને પરિવારજનો કોરોના સંક્રમિત થયા હતા. તેને કેન્દ્રમાં રાખીને પણ એવી વિચારણા કરવામાં આવી છે કે 10 દિવસ બ્રાંચ બંધ રાખવામા આવશે તો કોરોનાની ચેઇનને તોડવામાં મદદરૂપ થશે.

Most Popular

To Top